ડભોઇ આંગણવાડી કર્મચારી સંગઠનની બહેનો દ્વારા આંગણવાડી કર્મચારીઓને પડતી હાલાકીઓ બાબતે આવેદન

આજરોજ ડભોઇ સેવા સદન ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ની ડભોઇ આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા નાયબ મામલતદાર શ્રી ને આવેદન પાઠવી પોતાની સામે ઉભી થયેલ સમસ્યાઓનું નિરાકરણ લાવવા પોતાની વ્યથા ઠાલવી હતી જેમાં ડભોઇ આંગણવાડી કર્મચારી યુનિયનના પ્રમુખ વસુબેન અશ્વિનભાઈ પટેલ, મંત્રી કીર્તિબેન શાહ, સંગીતાબેન ઠાકર, સોની પાયલબેન એચ, પંચોલી ગીતાબેન, જાગૃતીબેન સુક્લ, તેમજ અન્ય કર્મચારી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે પ્રમુખ હસુબેને સરકાર શ્રી દ્વારા અપાયેલા નબળી કક્ષાના ફોન વારંવાર ખોટકાઈ જતા ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયાનો સ્વજાતે ખર્ચ કરવો પડતો હોય વર્કર બહેનોને પોષાતું ન હોય સરકાર શ્રી મોબાઇલ રીપેરીંગનો ખર્ચ આપે તેમજ લાભાર્થીની તમામ માહિતી અને રોજિંદી કામગીરી મોબાઇલમાં તથા રજીસ્ટરમાં કરવાની હોય મુશ્કેલી ઉભી થતા તે બેમાંથી એક જ પસંદ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી.
સાથે હાલ ચાલતી કોરોનાની ગંભીર મહામારીમાં પણ 2020 થી અત્યાર સુધી આંગણવાડી કર્મચારીઓ એ પણ પોતાની જાન ની પર્વા કર્યા વિના સેવા આપી છે. જેમાં આંગણવાડી વર્કરો જે સંક્રમિત કે મૃત્યુ પામ્યા છે તેઓને સરકારશ્રી તરફથી કોઈપણ સહાય કે વળતર ન મળતા સરકારશ્રી સમક્ષ તેઓને સહાય અને યોગ્ય વળતર આપવા માંગ કરાઈ હતી. સાથે 2020માં અને 2021માં કોરોનાની સર્વેની તથા બીજી અન્ય કામગીરી છે તેનું ભત્થું અને વળતર ચુકવવામાં આવ્યુ નથી જે તાત્કાલિક ધોરણે સરકાર શ્રી દ્વારા ચૂકવવામાં આવે તથા બીજા અન્ય પડતર પ્રશ્નોને લઇ ડભોઇ આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા ડભોઇ નાયબ મામલતદાર શ્રી ને આવેદન સુપરત કરી સરકારશ્રી સમક્ષ પોતાની લાગણી અને માંગણી કરી રજૂઆત કરાઇ હતી.
રિપોર્ટ : ચિરાગ તમાકુવાલા (ડભોઇ)