એમેઝોન ફેનશના વૉર્ડરોબ રીફ્રેશ સેલ દ્વારા આ સીઝનમાં આપના ‘વર્ચ્યુઅલ લૂક્સ’ને સર્વશ્રેષ્ઠ બનાવો

આપણે ધીમે-ધીમે પરંતુ નિશ્ચિતપણે આપણા પરિવારજનો, મિત્રો અને સહકર્મચારીઓ સાથે વર્ચ્યુઅલ રીતે જોડાવાની સ્થિતિને અપનાવી લીધી છે. વીડિયો કૉલ્સ એ લોકો સાથે વાતચીત કરવાનો સૌથી સલામત માર્ગ હોવાથી આનંદદાયક અનુભવ કરાવનારા ડ્રેસિંગને અપનાવીને આપણે આ સમગ્ર અનુભવમાં થોડી મોજમસ્તીને ઉમેરીયે તો કેવું. આપણે જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં હોઇએ કે, રાત્રે ગેમ રમી રહ્યાં હોઇએ કે પછી આપણી એક્સટેન્ડેડ ફેમિલી સાથે એકઠાં થયાં હોઇએ, તે પ્રસંગોચિત ડ્રેસિંગની આપણી સામાન્ય દિનચર્યા પર પરત ફરવામાં હંમેશા મદદરૂપ થાય છે. તે આપ શ્રેષ્ઠ દેખાઓ તેની તો ખાતરી કરશે જ પરંતુ તેની સાથે-સાથે આપના મૂડને પણ સુધારી દેશે!