રીઝર્વ પોલીસ સ્ટેશન – ખંભાળીયા ખાતે વન વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કરાયું.

રીઝર્વ પોલીસ સ્ટેશન – ખંભાળીયા ખાતે વન વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કરાયું.
Spread the love

દેવભૂમિ દ્વારા જિલ્લા ખંભાળીયા ખાતે સ્થિત રિઝર્વ પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષકશ્રી નિલમ ગોસ્વામી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વન સંરક્ષક અધિકારીશ્રી આર.ધનપાલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી આશાબહેને અમે અહીં વેસ્ટ માંથી બેસ્ટનો મંત્ર અપનાવી નકામા બોક્સ કે અન્ય વસ્તુઓમાં ફૂલ-છોડ વાવીને પોલીસ સ્ટેશન ખાતે એક હરીયાળો બાગ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તેમ જણાવ્યું હતું.આ તકે રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રી કે.કે.પીંડારીયાએ પણ ઉપસ્થિતોને વિવિધ ફૂલ-છોડ વિશે માહિતી આપતા વૃક્ષોનું જતન કરવું એ આપણી ફરજ છે તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે વિવિધ વૃક્ષોથી ક્યા ક્યા ફાયદા થાય છે અને તેની ઉપયોગીતા વિશે સમજણ આપી હતી. તેમજ વેસ્ટ માંથી બેસ્ટ એટલે કે, નકામી વસ્તુઓનો ઉપયોગ કરી તેમા વૃક્ષારોપણ કરવાની પી.એસ.આઈ.શ્રીની આ તકનીકને બિરદાવી હતી.
તેમણે આરોગ્ય સારૂ જળવાઈ રહે તે માટે વડ અને તુલસીના છોડ વાવવા જોઈએ તેમ જણાવી વરસાદ વગર બાગાયતી ખેતીના વિકલ્પ અંગે પણ માહિતી આપી હતી.આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી એચ.એન.કટારીયા, ફોરેસ્ટરશ્રી આર.જે.જાડેજા, આર.બી.લગારીયા, આર.કે.માડમ અને પોલીસ વિભાગના વિવિધ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ;-અફસાના સોઢા
ખંભાળીયા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!