અમરેલી : બાબરામાં ગાયત્રી જયંતી નિમિત્તે બ્રહ્મસમાજ દ્વારા કોરોના મહામારીના વિનાશ અર્થે દેવીયાગ યોજાયો

આ દેવીયાગનું વિશેષ આયોજન કોરોના મહામારીના વિનાશ અર્થે બાબરા ખાતે આવેલ પ્રાચીન ગાયત્રી મંદિરે કરવામાં આવ્યું હતું. આવા શુભ અવસરે અમરેલી જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખશ્રી ઉદ્યનભાઈ ત્રિવેદી, ઠાકર સાહેબ તેમજ તાલુકા બ્રહ્મસમાજના પ્રમુખશ્રી હસુભાઈ જોષી, રાજુભાઇ તેરૈયા, અરવિંદભાઈ ત્રિવેદી પંકજભાઈ ઇન્દ્રોડિયા સહિતના અગ્રણીઓએ પૂજાનો લાભ મેળવ્યો હતો. અંતમા મહર્ષિગૌતમ દવેએ જણાવ્યું હતું કે આપણા દેશમાં ઘણી સંસ્થાઓ ગાયત્રી યજ્ઞના નામે પોતાની દુકાન દમદાર ચલાવી રહ્યા છે. પોતાનું તો કોઈ અસ્તિત્વ નથી પણ વૈદિક સનાતન ધર્મના નામે ચડી ખાય છે. તેઓને આ વાતથી અવગત કરાવવા માંગુ છું કે (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર) ચારેય વર્ણોના ગાયત્રી મંત્ર અલગ-અલગ છે. જેનો ઉલ્લેખ “પારસ્કરગૃહ્યસૂત્ર” નામના ગ્રંથમાં સપ્રમાણ સ્પષ્ટ કરેલો છે. માટે દરેક વર્ણો ના આસ્તિક જનોએ યોગ્ય ગુરુ પાસે પૂર્તુ જ્ઞાન મેળવીને જ મંત્ર ઉપાસના કરવી જોઈએ. અન્યથા ગાડરિયા પ્રવાસ જેવી સ્થિતિ નિવડશે.
गतानुगतिको लोकः न लोकः पारमार्थिकः।
गङ्गासैकतलिङ्गेन नष्टं मे ताम्रभाजनम्॥
ગોરધન દાફડા (બાબરા)