કાર્સની આઈકોનિક ઓલ- ન્યૂ મીની રેન્જનું ભારતમાં આગમન

મીની ઈન્ડિયા દ્વારા ઓલ- ન્યૂ મીની 3- ડોર હેચ, ઓલ- ન્યૂ મીની કન્વર્ટિબલ અને ઓલ- ન્યૂ મીની જોન કૂપર વર્કસ હેચ આજે ભારતમાં લોન્ચ કરવામાં આવી. આ ઓલ- ન્યૂ મીની રેન્જ કમ્પ્લીટ્લી બિલ્ટ- અપ યુનિટ્સ (સીબીયૂએસ)તરીકે પેટ્રોલ એન્જિન્સમાં મળશે. ટેસ્ટ ડ્રાઈવ્ઝ અને બુકિંગ્સ સર્વ મીની ઓથોરાઈઝ્ડ ડીલર્સ અને મીની ઓનલાઈન શોપ (શોપ.મીની.ઈન)ખાતે ઉપલબ્ધ છે. મીની હવે ભારતમાં પ્રીમિયમ કોમ્પેક્ટ કાર સેગમેન્ટમાં પ્રોડક્ટ્સની તેની નવી શ્રેણી ઓફર કરે છે. શ્રી વિક્રમ પાવાહ, પ્રેસિડેન્ટ, બીએમડબ્લ્યુ ગ્રુપ ઈન્ડિયા કહે છે, “આરંભથી ઓથેન્ટિક ડિઝાઈન, અજોડ સ્ટાઈલ અને ડ્રાઈવિંગ ફન સમકાલીન ગુણો છે, જે આઈકોનિક મીનીને અનોખી તારવે છે.
મોડર્ન મીનીના લોન્ચ પછી 20 વર્ષે નવા મોડેલની નિર્મિતીમાં ફરીથી પોતાની અંદર પુનર્ખોજ ચાલુ રખાઈ છે અને તેની ભાવનાત્મક ડિઝાઈન, ગો-કાર્ટ ફીલ અને ચતુર કાર્યશીલતાને વધારે છે. અમે ભારતમાં અમારા ગ્રાહકોને માર્ચમાં ન્યૂ મીની કન્ટ્રીમેનના લોન્ચ સાથે મીની પ્રોડક્ટ્સની સંપૂર્ણ નવી શ્રેણી અને હવે ઓલ- ન્યૂ મીની 3- ડોર હેચ, ઓલ- ન્યૂ મીની કન્વર્ટિબલ અને ઓલ- ન્યૂ મીની જોનકૂપર વર્કસ હેચ ઓફર કરવામાં ખુશી અનુભવી રહ્યા છીએ. ભારતમાં પ્રીમિયમ સ્મોલ કાર સેગમેન્ટમાં મીની ના અપવાદાત્મક સ્થાનને તે નોંધપાત્ર રીતે મજબૂત કરે છે.”
ઓલ- ન્યૂ મીની 3-ડોર હેચ, ઓલ- ન્યૂ મીની કન્વર્ટિબલ અને ઓલ- ન્યૂ મીની જોન કૂપર વર્કસ હેચે સઘન કાયાકલ્પ, બહેતર સ્ટાન્ડર્ડ પ્રોફાઈલ અને સરળ ઓફર માળખા સાથે ક્રાંતિના નવા તબક્કામાં પ્રવેશ કર્યો છે. તે મોજમસ્તીભર્યા ડ્રાઈવિંગ માટે મીની ના પ્રેમ સાથે મોડર્ન ડિઝાઈન સાથે એજાઈલ હેન્ડલિંગ માટે લગનીને અધોરેખિત કરે છે. નવી પેઢીની કાર સાથે મીનીની નવી બ્રાન્ડ કેમ્પેઈન ‘BIG LOVE’પણ રજૂ કરવામાં આવી છે, જે વૈવિધ્યતા અંગીકાર કરવા સાથે વ્યક્તિગતતાની ઉજવણીના તેના બેસુમાર જોશને પણ મઢી લે છે. અમે સર્વ અલગ છીએ,
પરંતુ અમે એકત્ર બહુ જ સરસ છીએ.
પેટ્રોલ એન્જિન વેરિયન્ટ્સની એક્સ- શોરૂમ કિંમતો*નીચે મુજબ છેઃ
- ઓલ- ન્યૂ મીની 3-ડોર હેચ : 38,00,000
- ઓલ- ન્યૂ મીની કન્વર્ટિબલ : 44,00,000
- ઓલ- ન્યૂ મીની જોન કૂપર વર્કસ હેચ : 45,50,000