વિસાવદર ના નાના એવા ગામ બરડિયા ગીરના સંજયભાઈને રાતોરાત મળી આભે અડે એટલી પ્રસિદ્ધિ

- ઘર ઘરમાં કોમેડીમેન તરીકે જાણીતા – ગુજ્જુ કિંગ સંજયભાઈ ગોસ્વામી એક મળવા જેવું વ્યક્તિત્વ છે
- જીવન માં સંઘર્ષ ને જ સફળતા માનતો આ યુવાન નોખી માટી નો માણસ છે
કહેવાઈ છે, વિકટ પરિસ્થતિ હોઈ અને આ પરિસ્થિતિ માં માનવી સુનમુન બની જાય ત્યારે એ માનવી ના ચેરા નું સ્મિત બનવું પણ મહેનત માંગી લે તેવું કામ છે, ત્યારે ગત લોકડાઉન માં લોકો ની પરિસ્થિતિ કઈક આવી જ હતી, લોકો સુનમુન થઇ ને ઘર માં પડ્યા હતા અને આખો દિવસ ઘર માં રહી ને લોકો રીતસર ના જાણે કંટાળ્યા હતા, ત્યારે ઘર ઘર માં સૌરાષ્ટ્ર વાસી ને ગમે તેવું સૌરાષ્ટ્ર ની તરપદી ભાષા માં સૌ કોઈ ને મનોરજન પૂરું પાડવામાં સફળ રહેલ સંજય ગોસ્વામી ની આપણે વાત કરી રહ્યા છીએ, ઘર ઘર માં ગુજ્જુ કિંગ અને કોમેડિયન તરીકે ની પ્રસિદ્ધી ને પામેલ સંજય ગોસ્વામી એક નૂખી માટી ના માણશ છે, સંજયભાઈ ગોસ્વામી નો જન્મ ૧૦.૦૨.૧૯૭૮ ના રોજ થયો હતો.
મૂળ વિશાવદર પાસે આવેલ બરડિયા ગીર નો આ વતની એક ટીચર હોવાની સાથે સાથે એક કોમેડિયન વ્યક્તિ તરીકે ની રાતોરાત પ્રસિદ્ધી ને પામ્યો છે, શરૂઆત થઇ ગત લોકડાઉન સમયે તમામ લોકો ઘર માં પુરાયેલા હતા ત્યારે સૌરાષ્ટ્ર વાસી લોકો ને વ્યશન ની ટેવ હોઈ ત્યારે એમને માવા, મસાલા, અને ગુટખા ના મળતા સૌરાષ્ટ્ર ના લોકો ચિંતાતુર બન્યા હતા, ત્યારે સંજયભાઈ ગોસ્વામી એ વ્યશન ને લઇ ને ૩૦ સેકંડ નો વિડીઓ બનાવ્યો હતો , આ વિડીયો ખુબ ટ્રેન્ડીંગ થયો હતો, આ વિડીઓ થાકી એમને ખુબ મોટી પ્રસિદ્ધિ મળી હતી, દરેક વ્યક્તિ પોત પોતાની રીતે અનેક સેવા કરી લોકો ને મદદરૂપ થતા હતા સંજયભાઈ એ લોકો ના ચહેરા માં સ્મિત રેલાવી સેવા કરવાનું પસંદ કર્યું.
અનેક વિડીયો ના માધ્યમ થી સૌરાષ્ટ્રવાસી ની સાથે સમગ્ર ભારત માં તેઓ પ્રસિદ્ધી ને પામ્યા, ત્યારબાદ તો એવું બન્યું કે લોકો એમના ટીવસ્ટ વિડીઓ અને કોમેડી વિડીઓ ની રાહ જોવા માંડ્યા, એમને પૂછતા એમને અમને નિખાલસ મને જ કઈ દીધું કે તમારા માં ટેલેન્ટ હોઈ તો લોકો તમારા ટેલેન્ટ ને જોવે છે, તમારા કપડા કે રંગ ને નહિ, આમ એમના વિડીયો માં તમે મોનીટરીંગ કર્યું હોઈ તો માલુમ પડે કે એમના કપડા અને પહેરવેશ સાદો જ હોઈ છે, કોઈ કેમેરા ની સામે ભભકો નહિ, તેઓ ના વિડીઓ હર હમેશા માટે સિંગલ જ હોઈ છે કે કે જે ટેલેન્ટ એમને પ્રદશિત કરવું છે લોકો સામે એ કદાચ સામે બીજું પાત્ર એ સ્ટાઇલ થી કદાચ ના પણ કરી શકે માટે એ સિંગલ કોમેડી વિડીઓ બનવાનું વધુ પસંદ કરે છે.
શિક્ષક ના જીવ સાથે સંકળાયેલા આ વ્યક્તિત્વ ને “શિક્ષક” નું પાત્ર બહુ જ પ્રિય છે, પોતે કલાસ રૂમ માં પણ બાળક ને સમજાવે છે કે તમારામાં રહેલી સુશુપ્ત શક્તિ ને બહાર લાવો, એવું મને છે કે ખરાબ શબ્દો વગર કોમેડી થઇ શકે અન એલોકો એમને ખુબ ભરપુર આદર આપે છે અને સ્વીકારે છે, “તારક મહેતા ના ઉલટા ચસમાં” ધારાવાહિક ના “શૈલેશ લોઢા” એમના આદર્શ વ્યક્તિત્માના એક વય્ક્તિ છે,તે માને છે કે જે વસ્તુ બહુ જ ઝડપ થી મળે છે તે બહુ જડપ થી ખોવાઈ પણ જાય છે , સખ્ત મહેનત કરવાથી અને પ્રસિદ્ધી અકબંધ રહે છે, અને કામ કાર્ય નો આત્મસંતોષ થાઈ છે, અવસર મળતા આવનારા સમય માં ગુજરાતી ફિલ્લમ કે સીરીયલ ક્ષેત્રે તેઓ આગળ વધવા માંગે છે, તેવું તેમને જણાવ્યું હતું.