વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવે તેવી ધનસુરા તાલુકાના ટેટ પાસ ઉમેદવારો ની માગણી
ઘણા ઉમેદવારોની વય મર્યાદા પણ પૂરી થઈ રહી છે
હવે 2015 માં આપેલ પરીક્ષાના પ્રમાણપત્રની સમય મર્યાદા પૂર્ણ થયેલ છે
પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માટે લેવાતી ટીચર એલિજિબિલીટી ટેસ્ટ (TET) ની માર્કશીટ હવે સાત વર્ષ ને બદલે આજીવન માન્ય ગણવામાં આવશે તેવી ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ૩ જૂનના રોજ જાહેરાત કરાઈહતી હાલમાં વિદ્યાસહાયકની ભરતી અટવાયેલી પડી હોવાનું TET 1 પાસ સંજય જોશી અને ધનસુરા ના ટેટ પાસ ઉમેદવાર આશિષ શાહ દ્વારા જણાવવામાં આવેલ છે. તો વહેલામાં વહેલી તકે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને આ બાબતે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લઈને વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવે તેવી રાજ્યના તમામ TET પાસ ઉમેદવારોની માંગણી છે. 2020માં કોરોના મહામારી ને કારણે ભરતી કરવી શક્ય ન હતી ત્યારે હવે 2015 માં આપેલ પરીક્ષાના પ્રમાણપત્રની સમય મર્યાદા પૂર્ણ થયેલ છે ત્યારે ટેટ પાસ ઉમેદવારો દ્વારા ટેટની માર્કશીટ પ્રમાણપત્રની વયમર્યાદા વધારવા સરકારશ્રીને નમ્ર અપીલ કરેલ છે.ઘણા ઉમેદવારોની વય મર્યાદા પણ પૂરી થઈ રહી છે TET ની માર્કશીટ હવે સાત વર્ષ ને બદલે આજીવન માન્ય ગણવામાં આવશે તેવી ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ૩ જૂનના રોજ જાહેરાત કરાઈ હતી એ બાબતે પણ જલદી નિર્ણય લેવામાં આવે તેવી માગણી છે
સરકાર ધ્વારા વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવે તેવી ધનસુરા તાલુકાના ટેટ પાસ ઉમેદવારો ની માગણી છે