નારણકા ગામના ચંદ્રકાન્ત પી.શ્રીમાળી એસટી કર્મચારીમાંથી નિવૃત થતા સન્માન કરાયું

નારણકા ગામના ચંદ્રકાન્ત પી.શ્રીમાળી એસટી કર્મચારીમાંથી નિવૃત થતા સન્માન કરાયું
મોરબી તાલુકાના નારણકા ગામના રહેવાસી અને હાલ અમદાવાદ ખાતે રહેતા અને એસટી કર્મચારી તરીકે ફરજ બજાવતા ચંદ્રકાન્ત પી.શ્રીમાળી વય મર્યાદા થતા નિવૃત થયા હતા. ત્યારે અમદાવાદ એસટી ખાતે ચંદ્રકાન્તભાઈ શ્રીમાળીનો સન્માન સમારોહ યોજાયો હતો. આ તકે 11થી વધુ અમદાવાદ એસટી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી નિવૃત થયા હતા. જેમને મોમેન્ટો અને ફુલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.
: રિપોર્ટ : જયેશ બોખાણી