રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સિંઘમ હીરેનદાન ગઢવીને A.S.I. નું પ્રમોશન મળ્યુ

રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સિંઘમ હીરેનદાન ગઢવીને A.S.I. નું પ્રમોશન મળ્યુ
બોટાદ જીલ્લાના ઢસા ગામના વતની હાલ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સિંઘમ હિરેનદાન ગઢવીને સારી કામગીરી બદલ A.S.I.નું પ્રમોસશન મળ્યુ.પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે અમરેલી જીલ્લામાંથી પોલીસની નોકરી ની શરૂઆત કરી લાઠી,વડીયા તેમજ બોટાદ સીટી સહીત હાલ રાણપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવી રહ્યા છે.કડક કોન્સ્ટેબલ તરીકે ની છાપ ધરાવતા,ગુનેગારો ને તેમજ અસામાજીક તત્ત્વો ને સીધાદોર કરનાર અને કોઈપણ ની શેહ શરમ રાખ્યા વગર પોતાની ફરજ નિભાવતા સિંઘમ હિરેનદાન ગઢવી ને પોતાની કામગીરી બદલ A.S.I.નું પ્રમોશન મળતા લોકો હિરેનદાન ગઢવી ને અભિનંદન પાઠવી રહ્યા છે…
રિપોર્ટ : વિપુલ લુહાર,રાણપુર