ગીર-સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ માં ભગુભાઈ વાળા તથા ઉષાબેન કુસકીયા ને મહત્વની જવાબદારી સોંપાય

વેરાવળ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખ શ્રી અમિતભાઇ ચાવડા ની સૂચનાથી ભગુભાઈ વાળા ને જિલ્લા ઉપપ્રમુખ તથા ઉષાબેન કુસકીયાને જિલ્લા મહામંત્રી તરીકે ગીર-સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી મનસુખભાઇ ગોહેલ દ્વારા નિમણુંક આપી પોતાના વરદ હસ્તે નિમણુંક પત્રો એનાયત કરવામાં આવેલ.આ તકે તાલાલા તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી રામસિંહ પરમાર જિલ્લા સોશિયલ મીડિયા સેલ ના વાઇસ પ્રેસિડેન્ટ હારૂનભાઇ ચોરવાડ ખાસ ઉપસ્થિત રહયા હતા….
સંગઠન ના માહિર એવા ભગુભાઈ વાળા તેમજ આંદોલનકારી મહિલા કે જેણે અનેક મુદ્દે અસરકારક આંદોલનો કરીને તંત્ર ને દોડતું કરાવનાર આ મહિલા અગ્રણી એવા ઉષાબેન કુસકીય ને ગીર-સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં મહત્વનું સ્થાન અપાતા જીલ્લ્લા ભરના કોંગ્રેસ ના પાયાના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી ફેલાયેલ છે. એમ સોશિયલ મીડિયાના જિલ્લા વાઇસ પ્રેસિડેન્ટ હારૂનભાઇ ચોરવાડાની અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ