બાબરા થી ખંભાળાનો માર્ગ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખાત મુહૂર્ત કરી કામગીરીનો પ્રારંભ કરાવ્યો

બાબરા થી ખંભાળાનો માર્ગ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખાત મુહૂર્ત કરી કામગીરીનો પ્રારંભ કરાવ્યો
Spread the love

બાબરા થી ખંભાળાનો માર્ગ ૯ કરોડના ખર્ચે નવો બનશે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખાત મુહૂર્ત કરી કામગીરીનો પ્રારંભ કરાવ્યો

નવો માર્ગ બનતા બિસમાર માર્ગના કારણે લોકોને પડતી હાલાકી દૂર થશે

બાબરા થી ખંભાળાનો ૨૨.૩ કિલોમીટરનો માર્ગ નવ કરોડના ખર્ચે રાજ્ય સરકારમાં મંજુર કરાવી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે શાસ્ત્રોક વિધિ કરી કામગીરીનો શુભારંભ કરાવતા સ્થાનિક રાહદારીઓમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી અહીં બિસમાર માર્ગના કારણે લોકો તેમજ રાહદારીઓને ભારે હાલાકી નો સામનો કરવાની ફરજ પડતી હતી જોકે હવે નવોજ માર્ગ બનતા લોકોની હાલાકી દૂર થશે
બાબરા થી ખંભાળાનો ૨૨.૩ કિલોમીટરનો માર્ગ અતિ બિસમાર હોવાથી અહીંથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડતી હતી અહીં બાબરા તેમજ આસપાસના ગ્રામ્યવિસ્તારના લોકો અહીં આ માર્ગ પરથી જસદણ,ઘેલાસોમનાથ,ગંગેશ્વર જવા માટે અનુકૂળ રહેતો હતો પણ રોડ ખરાબ હોવાથી પસાર થતા રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડતી હતી અને અકસ્માત સર્જાવાની ભીતિ પણ સતાવતી હતી અગાઉ કરીયાણા થી ખંભાળા જતા પાંચ કરોડના ખર્ચે ફૂલ પણ મંજૂર કરાવી લોકોને ચોમાસામાં ન પડે તેની કાળજી લીધેલી હતી તેમજ જિલ્લા પંચાયત હસ્તકનો ખંભાળા થી કોટડાપીઠા થોરખાણ સાથળી ને જોડતો રસ્તો 35 કરોડના ખર્ચે રાજ્ય ધોરી માર્ગ માં સમાવી કામગીરી કરાવી હતી આમ પંચાળ માંથી પસાર થતા રસ્તા અને રાજ્યમાં સમાવી પંચાલ ન્યાય અપાવવા માટે ધારાસભ્યની મહેનત રંગ લાવી લોકોમાં ખુશી અને આનંદ ની લહેર વ્યાપી છે
ત્યારે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્યના માર્ગ અને મકાન વિભાગમાં યોગ્ય રજુઆત કરી અહીં નવો માર્ગ મંજુર કરાવતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી
બાબરા – ખંભાળા માર્ગ માટે રાજ્ય સરકારે રૂ ૮.૭૩.૪૭.૩૦૦ (આઠ કરોડ તોતેર લાખ સુડતાલીસ હજાર ત્રણસો ) ફાળવતા કામ મંજુર કરવામાં આવતા
લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખાતમુહૂર્ત કરી કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ સ્થાનિક કોન્ટ્રાકટરને રોડનું કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવા અને ગુણવત્તા યુક્ત કામગીરી કરવા જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી
આ પ્રસંગે જસમતભાઈ ચોવટીયા પ્રમુખ તાલુકા કોંગ્રેસ મનસુખભાઈ પડસાળા સહકારી કોંગ્રેસ આગેવાન મુસાભાઇ અગવાન લઘુમતિ અગ્રણી અશોકભાઈ ખાચર મંત્રી તાલુકા કોંગ્રેસ ભરતભાઇ વાઘાભાઈ સાંકરિયા સરપંચ શ્રી કરિયાણા
વલ્લભભાઈ ઘૂઘાભાઈ મેર કરિયાણા
બચુભાઈ ખોડાભાઈ ખાચર કરિયાણા
બેચરભાઈ પુનભાઈ મેટલિયા કરિયાણા
બીજલભાઈ કાનભાઈ સાનિયા કરિયાણા
નિલેશભાઈ બાબુભાઇ તેરૈયા કરિયાણા
સિદ્ધાર્થભાઈ વિરાભાઈ ખાચર કરિયાણા
વિભાભાઈ મેઘાભાઈ રાતડીયા કરિયાણા
વાઘજીભાઈ પ્રેમજીભાઈ વાઘેલા કરિયાણા
દેવરાજભાઈ સગરામ ભાઈ સાનિયા કરિયાણા
રેવાભાઈ બીજલભાઈ સાનિયા કરિયાણા
કડવાભાઈ રામભાઈ જાંબુકીયા કરિયાણા
અશોક ભાઈ ભરતભાઇ ધાધલ કરિયાણા
શિવાભાઈ ગેલાણી ઇશ્વરીયા
બીજલભાઈ ટપુભાઈ મકવાણા ઇશ્વરીયા
ભીખુભાઇ કરશનભાઇ ચાવડા ઇશ્વરીયા
જયસુખભાઈ કાળુભાઈ મેર કરિયાણા વગેરે આગેવાનો ગામના સરપંચ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ

જાહેરાત આપવા માટે અત્યારે જ કોન્ટેક્ટ કરો અમારો અમારા કોન્ટેક નંબર
મો, 9426555756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!