અમદાવાદ : ધંધુકા માં એક જ દીવસમાં ૬૦૯ લોકોને રસી આપવામાં આવી.

ધંધુકા માં સર મુબારક બુખારી દાદા દરગાહ પર મેગા વેકસીનેશન કેમ્પ રાખવા માં આવ્યો..
સમગ્ર રાજ્ય તેમજ જિલ્લા માં કોવિડ સામે રક્ષણ માટે કોવિડ વેકસીનેશન કાર્યક્રમ ચાલી રહીયો છે .ત્યારે તાલુકા હેલ્થ ઓફીસ ધંધુકા અને સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ધંધુકા ની સુપ્રસિદ્ધ સર મુબારક બુખારી દાદા ની દરગાહ પર વેકસીનેશન કેમ્પ રાખવા માં આવેલ . આ કેમ્પ માં તાલુકા હેલ્થ ઓફિસર ડો દિનેશ પટેલ, આરોગ્ય ના મેડિકલ ઓફિસર ડો સીરાજ દેસાઈ, અર્બન સેન્ટર ની આરોગ્ય ટીમ, મુન્ના બાપુ, ઈમ્તિયાઝ ભાઈ, રાજુબાપુ, અલાઉદ્દીનભાઈ તેમજ સમાજ ના લોકો દ્વારા મેગા વેકસીનેશન પ્રોગ્રામ ને સફળ બનાવેલ .. આ વેકસીનેશન પ્રોગામ માં ધંધુકા શહેર તેમજ મુસ્લિમ સમાજ ના લોકો એ ઉત્સાહ સાથે વેકસીનેશન લીધેલ… સવાર થી જ લોકો વેકસીન લેવા માટે લાઈન માં ઉભા રહેલ.. અને સર મુબારક બુખારી દાદા ની દરગાહ પર વેકસીન લેવા માટે ઉત્સાહ થી ભાગ લીધેલ .. આ માં કુલ 18 વર્ષ થી ઉપર ના 609 લોકો એ વેકસીન લીધેલ .. જે ધંધુકા ધોલેરા તાલુકા માં અત્યાર સુધી માં કોઈ પણ સ્થળ પર એક જ દિવસ માં થયેલ વેકસીનેશન માં સૌથી વધારે છે. હજુ આવનાર દિવસો માં પણ આવા કેમ્પ તાલુકા તેમજ શહેર માં રાખવા માં આવનાર છે. તેમાં બાકી રહેલા લોકો પણ વેકસીન ના 2 ડોઝ અવશ્ય લે તેવી અપીલ કરવા માં આવેલ …