ડભોઇ ફરતિકુઇ પાસે ડમ્પર ચાલકે બાઇક સવાર ને અડફેટે લેતા બાઇક ચાલક નું ઘટના સ્થળે મૃત્યુ

ડભોઇ ફરતિકુઇ પાસે ડમ્પર ચાલકે બાઇક સવાર ને અડફેટે લેતા બાઇક ચાલક નું ઘટના સ્થળે મૃત્યુ
વડોદરા થી પરિવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા નીકળ્યું હતું રસ્તા માં જ કાળ ભરખી ગયો
વડોદરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા નીકળેલા કાકા ભત્રીજા ની બાઇક ને ડભોઇ ફરતિકુઇ નજીક એસર પેટ્રોલ પંપ નજીક અકસ્માત નડતા કાકા ને કાળ ભરખી જતા મૃત્યુ પામ્યા હતા તથા ભત્રીજા તેમજ ભત્રીજી ને નાની મોટી ઇજા થઇ હતી.ઉલ્લેખનીય છે કે સુરત માં રહેતા ભત્રીજા કુનાલ પાટીલ ગત રોજ વડોદરા છાણી સ્થિત રહેતા કાકા ચંદ્રશેખર પાટીલ ને ત્યાં આવ્યા હતા અને રવિવાર ની રજા હોવાથી પરિવારજનો એ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું નક્કી કર્યું હતું.રવિવાર ની વહેલી સવારે કાકા ભત્રીજા તેમજ અન્ય પરિવારજનો પ્રાઇવેટ વાહનો બાઇક તેમજ એક્ટિવા લઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઇ રહ્યા હતા દરમિયાન ડભોઇ ફરતિકુઇ પાસે એસ્સાર પેટ્રોલ પંપ નજીક ડમ્પર ટ્રક નં GJ 18 AZ 7185 રોંગ સાઈડ થી આવતા બાજુ ના રોડ પર જવા પોતાનું ડમ્પર વાળતા ગફલત તેમજ બેદરકારી ભરી ડ્રાંઇવિંગ કરતા બાઇક ચાલક નંબર GJ 06 HJ 6278 ને ફંગોળી દેતા બાઇક ચાલક કાકા નું મૃત્યુ થયું હતું જ્યારે ભત્રીજા ને નાની મોટી ઇજા થવા પામી છે.અકસ્માત ના પગલે તેઓની પાછળ એક્ટિવા લઈ આવી રહેલ પરિવારજનો એ તાત્કાલિક 108 ને ફોન કરતા 108 એમ્બ્યુલન્સ સ્થળ પર આવી તપાસ કરતા બાઇક ચાલક ચંદ્રશેખર પાટીલ મૃત જાહેર કર્યા હતા.બનાવ બનતા ઘટના સ્થળે પોલિસ આવી જતા પોલીસે ખાનગી ટેમ્પો બોલાવી ચંદ્રશેખર પાટીલ ને ડભોઇ સરકારી દવાખાના માં રવાના કર્યા હતા ત્યાં પણ ડોકટરો એ તપાસ કરતા મૃત જાહેર કર્યા હતા.રોંગ સાઈડ થી ગફલત ભરી ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જી ડમ્પર ચાલક સ્થળ પર જ ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો.અકસ્માત અંગે ની ફરિયાદ ભત્રીજા એ ડભોઇ પોલીસ સ્ટેશન માં કરતા ડભોઇ પોલીસે અકસ્માત નો ગુનો નોંધી આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી
રિપોર્ટ :-ચિરાગ તમાકુવાલા ડભોઇ