ડભોઇ નગરના કડીયાવાડ મદરસામા કોવીડ-૧૯ વેક્સિનેશન કેમ્પ યોજાયો
ડભોઇ નગરના કડીયાવાડ મદરસામા કોવીડ-૧૯ વેક્સિનેશન કેમ્પ યોજાયો
આજરોજ ડભોઇ કડીયાવાડ મદરસામા ૧૮ વર્ષ થી મોટી વયના નાગરિકો માટે વેક્સિનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ.જેથી ડભોઇ નગરના નાગરિકો રસી મુકાવવા માટે વહેલી સવારથી ઉમટી પડ્યા હતાં.
આ વેક્સિનેશન કાર્યક્રમ વડોદરા -ડભોઈના મુસ્લિમ ડોક્ટર એસોસિએશન, કડીયા,જમાત પંચ અને અર્બન હેલ્થ સેન્ટર ડભોઇ ના સંયુક્ત ઉપક્રમે આ વેક્સિનેશન કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં લોકોને કોરોનાથી બચવા માટે માહિતગાર કરવામાં આવ્યા હતા. ડભોઇ – વડોદરાના મુસ્લિમ ડોક્ટર એસોસિયેશન દ્વારા વેક્સિન મૂકવવા બાબતે લોકોને માહિતગાર કરી વેક્સિન મૂકવા પ્રોત્સાહિત કર્યા હતા .દરેક વ્યક્તિ પોતે અને તેના પરિવારને સુરક્ષિત રાખવા માટે વેક્સિન મૂકાવવી આવશ્યક છે જેથી દરેક વ્યક્તિએ સવેળા વેક્સિન મૂકાવવી જોઈએ. આ કાર્યક્રમ દરમિયાન ડભોઇ ના નાગરિકોને કોરોના સંબંધી સાવચેતી રાખવા માટે સૂચનો કર્યા હતા અને આ કાર્યક્રમ ના કાર્યકરોને પ્રોત્સાહિત કયૉ હતા.કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા વેક્સિનેશન ખૂબજ ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. હાલમાં સરકાર શ્રી દ્વારા પણ આ વેક્સિનેશન કાર્યક્રમ ખૂબ જ ઝડપથી કરવામાં આવી રહ્યો છે. પરંતુ તાલુકા ક્ષેત્રે હજી કેટલાક લોકો જાગૃત નથી. પરંતુ આવી બીજી સંસ્થાઓ જો આગળ આવીને આવા કાર્યક્રમો યોજેતો જરૂર થી આ વેક્સિનેશન કાર્યક્રમ ઝડપભેર પૂર્ણ થશે.આ કાર્યક્રમમાં ડભોઇ તેમજ આસપાસના વિસ્તારના આશરે 300 જેટલા લાભાર્થીઓને આ વેક્સિનેશન નો લાભ લીધો હતો.
આ સમગ્ર કાર્યક્રમને સંપન્ન કરવામાં મેડીકલ સ્ટાફે પણ ખૂબ જ સારો એવો સહયોગ આપ્યો હતો. ડભોઇ તેમજ તાલુકાના હેલ્થ ઓફિસરે પણ આ કાર્યક્રમને સંપન્ન કરવા માટે સારો સહકાર આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં ડો. સાહેબ બાબુજી વાલા, ડો.મુસતુફા,ડો સાહેબ.નસરૂ હાફીજી ગુલામ મુસ્તફા કડીયા જમાત ના પ્રમુખ હાજી સીકનદર ભાઈ લાલા ભાઈ,નગરપાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ અફજલ ભાઈ( કાબા) સીદીક ભાઈ મેમુદ ભાઈ , મુસ્લિમ સમાજના આગેવાનો સૌ ઉસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ:-ચિરાગ તમાકુવાલા ડભોઇ