રિન્યુ પાવર દ્વારા કચ્છ તથા રાધનપુર ખાતે કોવીડ-19ના રાહત કાર્ય માટે એમ્બ્યુલન્સની ફાળવણી

રિન્યુ પાવર દ્વારા કચ્છ તથા રાધનપુર ખાતે કોવીડ-19ના રાહત કાર્ય માટે એમ્બ્યુલન્સની ફાળવણી
Spread the love

રિન્યુ પાવર પ્રાઇવેટ લિમિટેડ (“રિન્યુપાવર” અથવા “કંપની”), ભારતની અગ્રસર રિન્યુએબલ એનર્જી કંપની દ્વારા તારીખ ૪ જૂન ૨૦૨૧ના રોજ, ૨ એમ્બ્યુલન્સ જિલ્લા વહીવટી તંત્ર કચ્છ અને રાધનપુરને રાજ્યમાં કોવીડ-૧૯ સામેની લડાઈમાં મદદ થવાના ભાગ રૂપે આપેલ છે. એમ્બ્યુલન્સ ડો. કૃપાલી કોઠારી – મેડિકલના વડા, કચ્છ અને ડેપ્યુટી એસ.પી. હરદેવ વાઘેલા અને ડો. અરવિંદ ચૌધરીને રાધનપુર ખાતે આપવામાં આવેલ છે. વધુ માં કંપની એ કચ્છ જીલ્લામાં ભુજ તાલુકાની કુરબાઈ ગ્રામપંચાય તને તેમના કોવીડ સારવાર રાહત કેન્દ્રમાં દર્દીઓ માટે ૨૦ બેડ પણ પ્રદાન કરેલ છે.

શ્રીમતી વૈશાલી નિગમ સિંહા, ચીફ સસ્ટેનેબિલિટી ઓફિસર, રિન્યુ પાવર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, રિન્યુ પાવર ગુજરાત સરકારની સાથે કોવીડ-૧૯ સામેની લડાઈમાં પ્રતિબદ્ધ છે. રિન્યુ પાવરનો ગુજરાત રાજ્ય સાથે લાંબા સમયનો નાતો છે જે અંતર્ગત કંપનીનો પ્રથમ પ્રોજેક્ટ જસદણ તાલુકા ખાતે વર્ષ ૨૦૧૧માં સ્થાપિત કરવામાં આવેલ હતો અને હાલમાં કંપની રાજ્યમાં સોલાર મૉડ્યૂલ્સ અને સોલાર સેલ મેન્યુફેક્ચરિંગની શરૂઆત કરવા જઈ રહી છે, જેને ધ્યાને લેતા અમારા દ્વારા હંમેશા જરૂરી મદદ મળી રહેશે અને પ્રાથમિકતાના ધોરણે રાજ્યના વહીવટી તંત્રને મદદ આપતા રહીશું.

આ પૂર્ણ સહુલિયત વાળી એમ્બ્યુલન્સ ની ફાળવણી એ રિન્યુ પાવર દ્વારા કરાયેલ એક પહેલ છે જે રાજ્ય સરકારની હોસ્પિટલોને જુદા જુદા જિલ્લાઓમાં કોવીડ-૧૯ સામે ની લડાઈમાં મદદ રૂપ થશે. આ ઉપરાંત રિન્યુ પાવર દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર, દર્દી માટે ના બેડ, એમ્બ્યુલન્સ સપોર્ટ અને PPE કીટ્સની ફાળવણી હોસ્પિટલના કામદારોને પુરી પાડવામાં આવી રહી છે. રિન્યુ દ્વારા પાંચ રાજ્યોમાં ૧૦,૦૦૦ પી.પી.ઈ. કીટ્સ, ૧૦૦ કરતા પણ વધુ દર્દી માટે ના બેડ, એમ્બ્યુલન્સની ફાળવણી, ઓક્સિજન પ્લાન્ટ અને કોન્સન્ટ્રેટર જ્યાં જરૂરિયાત છે ત્યાં પુરી પાડવામાં આવશે.

કર્મચારી કેન્દ્રિત સંસ્થા, રિન્યુ પાવર દ્વારા એના કર્મચારીઓને સાચવવાના ભાગ રૂપે ઘણા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. રિન્યુ પાવર માં કામ કરતા કર્મચારી, એમના પરિવારજનો અને બીજા સહાયક કામગારોને કોવીડ-૧૯ ની રસી (વેક્સીન) અપાવવામાં તમામ સહાય આપી રહેલ છે. કંપનીના જો કોઈ કર્મચારીનું નિધન થાય તેવા દુઃખદ પ્રસંગમાં કર્મચારીના પરિવારજનોને કંપની દ્વારા પ્રથમ ૩ મહિનાનો૧૦૦% (સંપૂર્ણ) પગાર અને ત્યાર પછી ૨ વર્ષ સુધી ૫૦% (અડધો) પગાર તેમના પત્ની, માતા-પિતાને આપવામાં આવે છે. વધુમાં બાળકોના ભણતર માટે ની સહાય અને ઉચ્ચ અભ્યાસ માટે સકોલર શીપની પણ સહાય કંપની દ્વારા કરવામાં આવે છે, તે ઉપરાંત જો મરણ પામેલા કર્મચારીની પત્ની/પતિને આગળ ભણવાના ભાગ રૂપે એમને પણ પૂરતી મદદ કંપની દ્વારા કરવામાં આવે છે. રિન્યુ દ્વારા આ એક નવી પહેલ કરાયેલ છે જેનો લાભ તેના ભારતભરના તમામ કર્મચારીઓને મળશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!