પુજ્ય શ્રી શેરનાથબાપુએ પાળીયાદ વિસામણબાપુની જગ્યાના સંચાલક ભયલુબાપુનુ સન્માન કર્યુ

ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ ગીરનાર જુનાગઢ પૂજ્ય શ્રી શેરનાથબાપુ એ બોટાદ જીલ્લાના પાળીયાદ ગામે આવેલ દેહાણ જગ્યા પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા મા શ્રી રાઘવેન્દ્ર સરકાર અને શ્રી વિહળાનાથ ના દર્શન કર્યા હતા ત્યારબાદ પ.પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી નિર્મળાબા ની મુલાકાત લઈ શ્રી ભયલુબાપુ ને અખિલ ભારતીય સંત સમિતિ મા કાયમી સદસ્ય તરીકે નિમણુંક બદલ શાલ ઓઢાડી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી અને ખુબજ રાજીપો વ્યક્ત કર્યો હતો. જ્યારે પૂ.ભયલુબાપુએ શેરનાથબાપુ નું શાલ ઓઢાડી ને સ્વાગત કર્યુ હતુ.
વિપુલ લુહાર