જર્નાલિસટ તરીકે જાણીતા ભાવેશ ડૉલરનો આજે જન્મદિવસ

નાની ઉંમરમાં વક્તા તરીકે જાણીતા અને પત્રકારત્વ ક્ષેત્રે સંકળાયેલ ભાવેશ ડૉલર નો આજે જન્મદિવસ છે.તથા સામાજિક સંગઠનોમાં પણ યુવા કાર્યકર તરીકે જાણીતા છે સાથે આહીર એકતા મંચ ન્યુઝ મીડિયા સેલ ગુજરાત પ્રમુખ તરીકે સેવા આપે છે, તથા ૭૫ ટકા વિકલાંગતા ધરાવતા ભાવેશ ડૉલર ગુજરાત સ્પેશિયલ ખેલ મહાકુંભ માં સુવર્ણચંદ્રક હાંસલ કરેલ છે અને યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ વક્તા તરીકે સન્માનિત થયેલ છે તથા વાઇબ્રન્ટ સમિટ નાં તથા અન્ય જાહેર કાર્યક્રમો નુ સ્ટેજ સંચાલનમાં આગવું નામ ધરાવે છે.સમાજને ઉપયોગી થવું એમનો આગવો શોખ છે.જન્મદિવસે સગાવ્હાલાઓ શુભેચ્છા પાઠવી છે.