જે.એમ પાનેરા શૈક્ષણિક સંકુલ માણાવદરની શુભેચ્છા મુલાકાત લેતા ગુજરાતના પૂર્વ પોલીસ વડા ડી. જી. વણઝારા

માણાવદર ખાતે આવેલ કે.જી. થી પી.જી. સુધીની માણાવદરની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા જે.એમ. પાનેરા શૈક્ષણિક સંકુલ ની શુભેચ્છા મુલાકાતે કેળવણીકાર જેઠાભાઈ પાનેરાના પરમ સ્નેહી મિત્ર અને અને ગુજરાતના પૂર્વ પોલીસ વડા એવા ડી.જી. વણઝારા સાહેબ પધાર્યા હતા. આ તકે માણાવદરના રાષ્ટ્રીય, સામાજીક, ધાર્મિક તેમજ શૈક્ષણિક સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા સાથે કાયમી સંભારણું રહે એ માટે સંકુલમાં વૃક્ષારોપણ કરી પોતાની કાયમી યાદ મુકી ગયેલા. શુભેચ્છા મુલાકાતના પ્રત્યુત્તર રૂપે વણઝારા સાહેબ સંસ્થાના વડા અને જેઠાભાઈ પાનેરા વચ્ચેના મિત્રતાનાં સબંધોની છણવાટ કરી હતી.
સુખના સમયે અને હોદ્દાને તો સૌ માન આપતા હોય છે પરંતુ, કપરી પરિસ્થિતિમાં અને જ્યારે વણઝારા સાહેબ જેલમાં હતા એ સમયે વણઝારા સાહેબ અને તેમના પરિવારની ખંભે ખંભો મિલાવીને ઉભેલા જેઠાભાઈ પાનેરા નો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ મિત્રતા અતૂટ રહે તેવી પ્રાર્થના કરી હતી. આ તકે શુભેચ્છા મુલાકાત વખતે ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરનાર ટ્રસ્ટીશ્રી સમીરભાઈ પાનેરા, ગોવિંદભાઈ ડઢાણીયા (તાલુકા કાર્યવાહક), સુરેશભાઈ મેલવાણી, વિજયભાઈ મશરૂ (જલારામ ચેરી. ટ્રસ્ટ) , રામ ભાઈ પાનેરા, ડૉ. ભાટુ સાહેબ, રવિ બાલાસરા, રાજુભાઈ બોરખતરીયા, વિનુભાઈ જાની, તેમજ સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિન્સિપાલ પ્રવીણભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.
અહેવાલ : જીગ્નેશ પટેલ (માણાવદર)