રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા નવા બની રહેલ ફાયર સ્ટેશન, કોમ્યુનિટી હોલ, શ્રી.બાબુભાઈ વૈદ્ય લાઈબ્રેરીની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા.

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા નવા બની રહેલ ફાયર સ્ટેશન, કોમ્યુનિટી હોલ, શ્રી.બાબુભાઈ વૈદ્ય લાઈબ્રેરીની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા.
Spread the love

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા શહેરના લોકોને આપવામાં આવી રહેલી વિવિધ સુવિધાઓનું માળખું વધુ ને વધુ મજબુત બને ઉપરાંત શહેરમાં ભળેલા નવા વિસ્તારોમાં વસતા નાગરિકોને વધુ સુવિધાઓ મળે તે માટે આવશ્યકતા અનુસાર અલગ-અલગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાન કમિશનર શ્રી.અમિત અરોરાએ આજે તા.૫-૭-૨૦૨૧ ના રોજ વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને એજન્સીના પ્રતિનિધિશ્રીઓને સાથે રાખી આ નિર્મલા રોડ પર બની રહેલા નવા ફાયર સ્ટેશન સાઈટની મુલાકાત કરી હતી. આ ઉપરાંત પશ્ચિમ ઝોનમાં સ્થિત શ્રી.બાબુભાઈ વૈદ્ય લાઈબ્રેરીની તેમજ આ લાઈબ્રેરી સામેના રોડ પર વોર્ડનં-૯ માં પૂર્ણતાનાં આરે રહેલા નવા બની રહેલા કોમ્યુનિટી હોલની પણ મુલાકાત કરી હતી. આશરે રૂ.૮.૫૧ કરોડના આ પ્રોજેક્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર્ર પર પાર્કિંગ રહેશે. પ્રથમ માળ NON A.C છે. અને તેમાં ૧૫૨૮૦ ચો.ફૂટનો હોલ અને અન્ય સુવિધાઓ, જ્યારે બીજો માળ સેન્ટ્રલી A.C છે. અને ૧૫૨૮૦ ચો.ફૂટનો હોલ અને અન્ય સુવિધાઓ લોકોને મળશે. મ્યુનિ. કમિશનરશ્રીએ નવા ફાયર સ્ટેશનની સાઈટ્સની વિઝિટ દરમ્યાન કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી. અને હવે પછી થનારી બાકીની કામગીરીનો શેડ્યુલ પણ માંગ્યો હતો. ઉપરાંત આ કાર્ય ઝડપભેર પૂર્ણ કરવા સંબંધિતોને સૂચના આપી હતી. ૨૨૪૫ ચો.મી.ની જગ્યામાં આશરે રૂ.૯.૫ કરોડના ખર્ચે ગ્રાઉન્ડ પ્લસ ૭ માળની ઈમારત બનાવવામાં આવી રહી છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વાહનોના પાર્કિંગ, ફાયર કંટ્રોલ રૂમ, તેમજ ઉપરના ફ્લોર પર ફાયર બ્રિગેડના સ્ટાફ માટેના ક્વાર્ટર (૩૨ ટુ બી.એચ.કે. ફ્લેટ) બની રહ્યા છે. મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા, નાયબ મ્યુનિ. કમિશનર શ્રી.ચેતન નંદાણી, પી.એ.(ટેક) ટુ કમિશનરશ્રી રસિક રૈયાણી, સીટી એન્જી. શ્રી કે.એસ.ગોહેલ, લાઈબ્રેરીયનશ્રી એન.એમ.આરદેસણા, ડી.ઇ.ઇ. શ્રી.નિકેશ મકવાણા વગેરે ઉપસ્થિત રહયા હતાં.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!