રાજકોટ માંચોરી કરેલા મોટરસાયકલ સાથે ૨ ઈસમોને પકડી પાડતી માલવીયાનગર પોલીસ સ્ટેશન

રાજકોટ ના માલવીયાનગર પોલીસ સ્ટેશનના કોન્સ. રોહીતભાઇ કછોટ તથા કુલદીપસિંહ જાડેજાની સંયુકત બાતમી આધારે લક્ષ્મીનગર શેરીનં-૧ પાસે આવેલ જાહેર શૌચાલય પાસેથી ચોરી કરેલા મોટર સાયકલ સાથે (૧) ધર્મેશ પોપટભાઇ સોલંકી ઉ.૨૧ રહે. કબલીયાપરા શેરીનં-૫ મચ્છી ચોક થોરાળા મેઇન રોડ રાજકોટ. (૨) રોહીત વીનુભાઇ સોલંકી ઉ.૨૦ રહે. કુબલીયાપરા શેરીનં-૫ મચ્છી ચોકથી આગળ થોરાળા મેઇન રોડ રાજકોટ. ને પકડી લીધા છે. આ વાહન બંનેએ ગઇકાલ રાત્રીના રામનગર નવા થોરાળા મેઇન રોડ ખાતે રહેણાંક મકાનની બહારથી ચોરી કરેલ હોવાની કબુલાત આપી છે. પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરી પો.ઈન્સ. કે.એન.ભુકણ તથા પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા તથા પો.હેડ કોન્સ. મસરીભાઈ ભેટારીયા, યુવરાજસિંહ જાડેજા, દિગ્પાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, રોહીતભાઇ કછોટ, કુલદીપસિંહ જાડેજા, હિતેષભાઈ અગ્રાવત સહિતે કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુર્શીદ અહેમદ તથા D.C.P શ્રી મનોહરસિંહ જાડેજા ઝોન-૨ તથા A.C.P જે.એસ.ગેડમની રાહબરીમાં કરી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.