રાજકોટ ના નિવાસી અધિક કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા કેતન ઠક્કર

રાજકોટ ના પનોતા એવા અધિક કલેકટર કેતન ઠક્કર હવે પોતાના શહેરની અને જીલ્લાની અંદર ચાલતી જનસેવા કામગીરીઓને વેગવંતી બનાવશે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં બદલીનો દોર ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા જ ગુજરાતમાં સચિવાલયમાં એક સાથે ૭૭ I.A.S ઓફિસરોની બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે ગુજરાત કેડરના ૭૯ ક્લાસ-૧ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીમાં રાજકોટના અધિક નિવાસી ક્લેક્ટર પરિમલ પંડ્યાની અમદાવાદ અધિક નિવાસી ક્લેક્ટર બનાવવામાં આવ્યા છે. તો અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશન કેતન ઠક્કરની રાજકોટના અધિક નિવાસી ક્લેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. તો અમદાવાદના અધિક નિવાસી ક્લેક્ટર હર્ષદ વોરાની ગાંધીનગર ખાતે ટ્રાન્સપોર્ટ વિભાગમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે બદલી કરવામાં આવી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.