રાજકોટ માં કાર માલીકને છેતરી નાસી ગયેલા બન્ને શખ્સો ઝડપાયા

રાજકોટ માં આવેલા રંગોલીપાર્ક હોટલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા બિહારીભાઇ ભોગીભાઈ બગથલિયાને મનદીપ હસમુખભાઈ પટેલ નામના શખ્સે ફોન કરી ઘેલા સોમનાથનું ભાડું છે. તમારે ભાડું કરવું હોય તો બહુમાળી ભવન ચોક પાસે આવો એવું જણાવતા બિહારીભાઈ બગથલિયા પોતાની કાર લઈ બહુમાળી ભવન ચોક પાસે ગયા હતા જ્યાં મનદીપ હસમુખભાઈ વેકરીયા જાતે.પટેલ ઉ.૩૦ રહે. મોરબી રોડ સિલ્વર પાર્ક શેરીનં-૨ રાજકોટ મુળ.સુરત. નામના શખ્સનો સંપર્ક થતા પાન ફાકી ખાવાનું કહી બિહારીભાઈને બાજુમાં પાન ફાકી ખાવા ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વેળાએ મનદીપ પટેલે ઝડપથી દોડી બિહારીભાઈની કાર લઈ નાસી છૂટયો હતો આ અંગે બિહારીભાઇએ પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પ્ર.નગર પોલીસ મથકના P.I એલ.એલ.ચાવડા સહિતના સ્ટાફે ગુનાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી તે દરમિયાન કાર લઈને ભાગી ગયેલો રાજકોટમાં રહેતો મનદીપ નામનો શખ્સ કાર લઇને સુરત ભાગી ગયો હોવાનું લોકેશન મળતાં રાજકોટ પોલીસે સુરત પહોંચી આરોપીની ધરપકડ કરી હતી. મનદિપ પટેલની પૂછપરછ દરમિયાન કાર સાયલા તાલુકાના ગરામભડી ગામે રહેતા વિજય લધુભાઈ ખવડ ને ત્યાં ગીરવે મૂકી પૈસા લીધા હોવાનું જણાવ્યું હતું. પોલીસે સાયલા તાલુકાના ગરામભડી ગામથી વિજય ખવડ ને રૂ.૭ લાખની કિંમતની કાર સાથે પકડી લીધો હતો. પોલીસે બંનેનો ગુનાહિત ઇતિહાસ તપાસતા આરોપી મનદીપ વેકરીયા રાજકોટમાં અને સાયલામાં ૧૦ જેટલા ગુનામાં અને વિજય ખવડ ચુડા અને સાયલામાં ૫ જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બન્નેની પૂછપરછ હાથ ધરી કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.