ડભોઇ ભાજપના કાયૅકરો દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની 120મી જન્મદિનની ઉજવણી નિમિત્તે દર્દીઓને ફૂડ વિતરણ

ડો.શ્યામાપ્રસાદ મુખરજીની ૧૨૦મો જન્મ દિવસ તેઓની વિચારધારા અને તેમના સંઘર્ષોએ ભારતીય રાજનીતિ ઉપર મીટ છાપ છોડી છે.આઝાદી પછી જો એક નામ મનમાં આવે જેમણે રાષ્ટ્રવાદના વિચારને પ્રોત્સાહન આપ્યું છે, જે રાષ્ટ્રીય એકતા માટે દૃઢ હતા, જેમણે દેશમાં એક મજબૂત રાજકીય વિકલ્પ નું બીજ વાવ્યું હતું અને તેઓએ જનસંઘની સ્થાપના કરી રાજકીય પક્ષના બીજ વાવ્યા હતા. જેમાં રાષ્ટ્રવાદ અને ભારતીય તેના સ્વાભાવિક ગુણો હતા. તેમનું એક સ્વપ્ન હતું “એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન નહીં ચાલે” જે હાલના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને અમિત શાહની સુજબુજથી સર કરાયું હતું. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મરણને યાદ કરાયા હતા.
આજરોજ ૦૬ જુલાઈ ડો.શ્યામાપ્રસાદ મુખરજીની ૧૨૦મી જન્મ જયંતિને યાદગાર બનાવવા ડભોઇ ભાજપાના કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અપૅણ કરી ડભોઇ રેફરલ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું. આમ ડભોઇ રેફરલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફૂડવિતરણ કરી તેઓ ઝડપથી સાજા થાઈ પોતાના ઘરે સુખ રૂપે પરત ફરે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ડભોઇ શહેર ભાજપા પ્રમુખ ડૉ.સંદિપભાઈ શાહ, અમીત સોલંકી, ડૉ. મહેન્દ્રભાઈ પટેલ, દંતુભાઈ, સતીષભાઈ સોલંકી, ડભોઇ નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી અને ચૂંટાયેલા સભ્યો તેમજ ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : ચિરાગ તમાકુવાલા (ડભોઇ)