સનાતન સંસ્‍થા અને હિંદુ જનજાગૃતિ સમિતિના સંયુક્ત વિદ્યમાનથી 11 ભાષાઓમાં ઑનલાઈન ‘ગુરુપૂર્ણિમા મહોત્‍સવો’નું આયોજન !

સનાતન સંસ્‍થા અને હિંદુ જનજાગૃતિ સમિતિના સંયુક્ત વિદ્યમાનથી 11 ભાષાઓમાં ઑનલાઈન ‘ગુરુપૂર્ણિમા મહોત્‍સવો’નું આયોજન !
Spread the love

મુંબઈ – રાષ્‍ટ્ર અને ધર્મ સંકટમાં હોય ત્‍યારે ધર્મસંસ્‍થાપનાનું કાર્ય આ જ ‘ગુરુ-શિષ્‍ય’ પરંપરાએ કર્યું છે. ભગવાન શ્રીકૃષ્‍ણએ અર્જુનના અને આર્ય ચાણક્યએ સમ્રાટ ચંદ્રગુપ્‍તના માધ્‍યમ દ્વારા તાત્‍કાલીન સામાજિક દુષ્‍પ્રવૃત્તિઓનું નિર્મૂલન કર્યું અને આદર્શ એવી ધર્માધિષ્‍ઠિત રાજ્‍યવ્‍યવસ્‍થાની સ્‍થાપના કરી. વર્તમાનમાં પણ સમાજ, રાષ્‍ટ્ર અને ધર્મની સ્‍થિતિ દયનીય બની છે. આવા સમયે જનતાને પજવનારી લોકશાહીમાંની દુષ્‍પ્રવૃત્તિઓના વિરોધમાં લડવું અને રામરાજ્‍ય જેવા ‘હિંદુ રાષ્‍ટ્ર’ની સ્‍થાપના કરવી એ કાળ અનુસાર શ્રીગુરુસેવા જ છે. આ ઉદ્દેશથી 23 જુલાઈ 2021ના દિવસે સનાતન સંસ્‍થા અને હિંદુ જનજાગૃતિ સમિતિના સંયુક્ત વિદ્યમાનથી સમગ્ર દેશમાં ઑનલાઈન ગુરુપૂર્ણિમા મહોત્‍સવ ઊજવવામાં આવશે. કોરોના મહામારીને કારણે આ વર્ષે ઑનલાઈન કાર્યક્રમ આયોજિત થશે.

ગુજરાતી, અંગ્રેજી, હિંદી, મરાઠી, કન્‍નડ, તેલગુ, તામિલ, પંજાબી, બંગાળી, ઊડિયા અને મલયાલમ આ 11 ભાષાઓમાં 23 અને 24 જુલાઈના દિવસે ‘ઑનલાઈન’ ગુરુપૂર્ણિમા મહોત્‍સવોનું પ્રક્ષેપણ કરવામાં આવશે. આ મહોત્‍સવોમાં શ્રીગુરુપૂજન, સનાતન સંસ્‍થાના સંસ્‍થાપક પરાત્‍પર ગુરુ (ડૉ.) જયંત આઠવલેજીએ કરેલા માર્ગદર્શનનો સંગ્રહિત ભાગ, સ્‍વસંરક્ષણ પ્રાત્‍યક્ષિકો (બચાવ અને આક્રમણ), આપત્‍કાળની દૃષ્‍ટિએ કરવાની સિદ્ધતા (ચલચિત્ર), તેમજ આપત્‍કાળમાં હિંદુઓનું રક્ષણ અને હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના વિશે વક્તાઓનું માર્ગદર્શન થશે.

ગુરુ એટલે શું, ગુરુદેવનું જીવનમાં મહત્ત્વ, ગુરુકૃપા કાર્ય કેવી રીતે કરે છે, તે માટેનું માર્ગદર્શન સદર મહોત્‍સવમાં કરવામાં આવશે. વર્તમાન મહામારીના આપત્‍કાળમાં દૈવી બળની ઘણી આવશ્‍યકતા છે. તેથી આ મહોત્‍સવમાં સહભાગી થવાથી ગુરુદેવના આશીર્વાદ મળશે, તેમજ હિંદુઓનું ધાર્મિક સંગઠન પણ થશે. તેથી સર્વ રાષ્‍ટ્ર અને ધર્મપ્રેમી હિંદુઓએ સહકુટુંબ ઑનલાઈન ‘ગુરુપૂર્ણિમા મહોત્‍સવ’નો લાભ કરી લેવો, તેમજ તમારા મિત્ર-પરિવાર, પરિચિતો, સગાંસંબંધીઓને પણ આનું નિમંત્રણ આપવું, એવું આગ્રહભર્યું આવાહન સનાતન સંસ્‍થા વતી કરવામાં આવ્‍યું છે.

ગુજરાતી ભાષામાં ‘ઑનલાઈન ગુરુપૂર્ણિમા મહોત્‍સવ’ 23 જુલાઈએ સાંજે 7 થી 8.45 કલાકે થશે અને તેની લિંક્સ નીચે જણાવ્‍યા પ્રમાણે છે :

1. Sanatan.org/gujarati/

2. Youtube.com/hjsuttarbharat

સનાતન સંસ્‍થાના સંકેતસ્‍થળ પર આગળ જણાવેલી ‘લિંક’ પર અન્‍ય ભાષાઓમાંના ગુરુપૂર્ણિમા મહોત્‍સવો વિશે વધુ જાણકારી આપવામાં આવી છે. – https://www.sanatan.org/gujarati/gurupurnima

આપનો નમ્ર,

શ્રી સુહાસ ગરુડ,
સનાતન સંસ્થા
સંપર્ક : 9726644385

Admin

Admin

9909969099
Right Click Disabled!