કારગીલની યાદ : રાષ્ટ્ર પ્રેમની અનોખી મિસાલ .શહીદોના નામાંકન સાથે શરીર પર 580 ટેટુ

માનવી પોતાના પ્રેમની અભિવ્યક્તિ અનેક પ્રકારે રજૂ કરે છે ,જે પોતાની ભાવના પ્રદર્શિત કરે છે -કચ્છમાં શરીર પર છૂંદણાં કરવાની પરંપરા ચાલી આવે છે ,શરીર પર રંગરોગાન કરવાની પ્રથા પણ જોવા મળે છે ,આજના યુગમાં અમેરિકા મારા નિવાસ બાદ મેં અહીં ચિત્ર વિચિત્ર ટેટુ ઝનૂની જોયા છે અને તે ચીતરાવ્યા તેની જાણ કરવા અંગો ઉઘાડા રાખવાની ફેશન પણ જોવા મળી. તમારો શોખ તમારી લાગણી ,રુચિ અને આનંદ વ્યક્ત કરે છે ; માદરે વતન માટે શહીદોની યાદમાં સ્મારકો ,તકતીઓ વગેરે જોવા મળે પરંતુ કોઈ માનવી પોતાના શરીરના ભાગો ઉપર શહીદોના નામો અંકિત કરે અને તેમાં સ્વાતંત્ર્ય સેનાની હોય અને તાજેતર 2019/14/ફેબ્રુઆરી પુલવામાના શહીદોનો સમાવેશ હોય તેવી અદભૂત શ્રદ્ધાંજલી ની મિસાલ ભારતના યુવાન પંડિત અભિષેક ગૌતમ માં જોવા મળી. હરકોઈ ને સલામ કરવાનું મન થાય તેવી આ સાચી સૈનિકો માટેની મન ,આદરભેર ની વંદના -સલામ ,છે -જે વિશ્વમાં પ્રથમવાર આવો દેશપ્રેમ નિષ્ઠા નો દાખલો જોવા મળે ! ! -આ સ્ટાઇલ કે ફેશન નથી પરંતુ સાચી રાષ્ટ્ર પ્રીતિ અને જાંબાઝ જવામર્દો માટેનો સ્વમાનભેર આદર છે.
ભારતના ઉત્તર પ્રદેશ ગાજિયા બાદ ના હાપુર ના રહેવાસી 30 વર્ષના યુવાન ની આ વાત છે – જે ઈન્ટીરિયર ડિઝાઈનર છે .આવા નવતર વિચારણા ઉદ્દેશ પાછળ નો આદર્શ સમજાવતા એક મુલાકાતમાં કહ્યું કે -”ભારતીય સેનાએ મારો આદર્શ છે ,કારણ કે સેના અમારા માટે હંમેશા સજાગ રહે છે ,એવા કેટલાંયે ,યુવાનો દેશ માટે શહીદ થયા છે ,તેથી તેઓના નામ શરીર પર અંકિત કરવા તે તેઓ માટેની મારી શ્રદ્ધાંજલિ છે ”-તેઓ માને છે કે કોઈપણ કાર્ય સારી રીતે કરવું જોઈએ -કામ કરવા માટે કોઈ આદર્શ હોવો જોઈએ , આપણને સૌથી સારો આઇડિયલ -આદર્શ મારી દૃષ્ટિએ ફોજ પૂરો પડે છે ”.
આ ટેટુ ત્રોફાવ્યાં તેનું બીજું કારણ તેઓ માને છે કે ”લોકોને દેશ ભક્તિ અને અસ્થાયી બની છે ,15મી ઓગસ્ટ ,26 મી જાન્યુઆરી અથવા ભારત -પાકિસ્તાન ક્રિકેટ મેચ વખતે દેશભક્તિ છલકાય છે , પછી બધું વિસરાય છે , મને તેનું દુઃખ છે , હું સેનામાં ભરતી થઈ ન શક્યો ,પરંતુ હું દરરોજ દેશ ભક્તિ મહેસુસ કરવા ચાહું છું -આ ટેટુ મને રોજ દેશપ્રેમ સાથે એક ઋણમુક્તિ ની યાદ અપાવતા રહેશે .’ પંડિત અભિષેક ગૌત્તમ ના શરીર ઉપર 580 વીર શહીદો ,કારગીલ યુદ્ધના શહીદો ના નામો છે અને તેમાં તાજેતરમાં 44 પુલવામાના શહીદોનો સમાવેશ છે ,તો રાષ્ટ્ર પ્રેમી આઝાદી લડતના ઘડવૈયા -મહાત્મા ગાંધી ,ભગતસિંહ ,ચંદ્રશેખર આઝાદ , મહારાણા પ્રતાપ , ગુરુ ગોવિંદ સિંહ ,સ્વામી વિવેકાનંદ ,રાની લક્ષ્મીબાઈ વગેરે 11 થી વધુ મહોરાં અંકિત છે એટલું જ નહિ ઇન્ડિયા ગેટ , શહીદ સ્મારક ( દિલ્હી ) ના ટેટુ પણ શરીરને શોભાવે છે .
મોટરસાયકલ નો શોખીન આ યુવાને મિત્ર સાથે મોટરસાયકલ કાશ્મીર લદાખ ના પ્રવાસમાં પોતાનો સાથી મોટરસાયકલ સહિત ખીણમાં પડી ગયો અને તે વખતે સરહદી સૈનિકોએ તેને બચાવી ,હોસ્પિટલમાં ભરતી કર્યો હતો -આ બનાવે અભિષેકના મનમાં દેશ ભક્તિ કરનારા સૈનિકો-જવાનો માટે ઉચ્ચ આદરભાવ આત્મીયતા જાગ્યા – તેણે વિચાર્યું -” દરેક વખતે લડાઈમાં આંતકવાદ સહિત પરેશાનીઓને લીધે સૌથી વધુ વિશ્વાસ સૈનિકો પર હોય છે ,તેઓ આપણને માવતર ની જેમ આપણને જાનના જોખમે સાચવે છે , આપણે તેઓને ચાહીએ છીએ ,પ્રેમ કરીએ છીએ પરંતુ કાશ્મીર જમ્મુ છોડ્યા બાદ કાયમ માટે વીર જવા મર્દોને ભૂલી જઈએ છીએ। આ વાત ભુલવા ને બદલે માન ,પ્રેમ લાગણી હર હંમેશ માટે આ વર્ધી ધારક ને યાદ કરીએ તો સારું લાગે .” આ વિચારની સાથે તેને યાદ આવ્યું આપણા ધર્મ શાસ્ત્રો પણ યુદ્ધમાંથી બોધ આપે છે . તેમાંથી બે વિચાર જાગ્યા એક તો હું શહીદોના પરિવારને આશ્વાસન આપી કુટુંબીજનો ને એક દીકરા તરીકે હૂંફ આપીશ અને તેની સતત કાયમી યાદ જાળવીશ.
પ્રવાસમાંથી પાછા ફરી તેણે શારીરિક વેદના સહી 12 દિવસના સમયમાં શરીર પર કુલ્લે 593 ; જેમાં 580 કારગીલ તેમજ દેશના ,પુલવામા ના શહીદો સહિત નામો ત્રોફાવ્યાં ખૂબી ની વાત એ છે કે આ વાત પરિવારજનો અને ખુદ પત્ની થી પણ અજાણ હતી ,ડોક્ટરની સલાહ આટલા બધા ટેટુ ત્રોફાવશે તો બ્લડ ઈન્ફેક્શનની પુરી સંભવના છે તેને નકારી હતી – અને તે વખતે સરહદના સૈનિકો ની વ્યથા યાદ કરી હતી – કારગિલ દિવસ ની યાદમાં 2018 /જુલાઈ 26 મી એ ટેટુ ત્રોફાવવાનું શરુ કરેલું . હકીકતમાં બિકાનેર ના શહીદ કેપ્ટન ચંદ્ર ચૌધરી ના સન્માનમાં હાજરી આપવા ગયેલા અભિષેક ગૌતમે શહીદો ના પરિવારજનો ને હિંમત આપી , શૌર્ય ને સલામી આપી હતી ,ત્યારે જ કશુંક કરવાની પ્રેરણા જાગેલી .
આ સીલ સીલો ચાલુ રાખી ને સતત એક વર્ષ સુધી શહીદોના પરિવારો ને મળી ને કુટુંબ ના શહીદ ને વંદન કરી શરીર પર ચીતરેલા ટેટુ બતાવીને પોતે પણ પરિવાર સભ્ય એક પુત્ર સમાન છે એવી આત્મીયતા દાખવી હતી ; 99 કુટુંબોને જાતે મળવાનો સફળ પ્રયાસ કર્યો. પંડિત અભિષેક ગૌતમ ની દેશભક્તિ ની મિસાલ બીજા માટે પ્રેરક બનશે હવે પછી નો તેનો આદર્શ દેશના તમામ શહીદો ના ઘેર જઈને તેમના આંગણની માટી ભેગી કરેશે , જે શહીદોના પરિવારને મળી નથી શકાયું તેને જઈને ને મળશે -આવી અદ્વિતિય ,અનોખી રાષ્ટ્ર પ્રીતિ અને સૈનિક સ્વમાન ભાવના ભારત ભૂમિ ની એકતાની મોટી ઝળહળતી મશાલ છે.
જિતેન્દ્ર પાઢ (અમેરિકા)