રાજકોટ ના પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

રાજકોટ ના પોલીસ કમિશનર એક જાહેરનામું બહાર પાડી શહેરમાં કેમેરાવાળા વાહન અને ડ્રોનનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરવાનો હુકમ કર્યો છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ એક જાહેરનામું બહાર પાડી શહેરમાં કેમેરાવાળા વાહન અને ડ્રોનનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરવાનો હુકમ કર્યો છે. તાજેતરમાં જમ્મુ-કાશ્મિર અને પાકિસ્તાનની બોર્ડર ઉપર ત્રાસવાદીઓ દ્વારા વિસ્ફોટક સાથેના ડ્રોન ઉડાડી ભારતના લશ્કરી સ્થળો પર ટેરેરીસ્ટ હુમલા કરવામાં આવ્યા હતાં. જેને કેન્દ્ર સરકારનું ગૃહ વિભાગ સાબદુ બન્યું હતું. કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ પાકિસ્તાનની બોર્ડર ઉપર આવતા ભારતના તમામ રાજ્યોમાં ડ્રોન તેમજ કેમેરાવાળા વાહનોનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું છે. આ સુચનાને આધારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આજે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામાં માં એવી પણ સુચના આપવામાં આવી છે કે લગ્ન પ્રસંગમાં કેમેરાવાળા ડ્રોન ઉડાડવાના હોય કે કેમેરાવાળા વ્હીકલનો ઉપયોગ કરવો હોય તો ૨૪ કલાક અગાઉ પોલીસની મંજૂરી લેવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહીનો પણ હુકમ કર્યો છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.