હું આવીશ

હું આવીશ
આપ શબ્દો મુકીને લાગણીથી કહેશો ત્યારે જરૂર આવીશ હું.
આપનું મૌન સહવાતું નથી,આપ પ્રતિબિંબિંત (પ્રત્યક્ષ) કહેશો ત્યારે જરૂર આવીશ હું…
હું વ્યસ્ત નથી આપના માટે આજીવન ફ્રી જ છું,..
આપ વ્યસ્ત છો આપના જવાબદારીઓ ભર્યા કાર્યમા એક વાર હ્રદયથી કહેશો ત્યારે જરૂર આવીશ હું…
આપને જોઉં આઇનામા એજ મારો શૃંગાર છે,
(આઈનો જોવાની મારી કોઈ તમન્ના નથી,)
આપની માફક *સરળ* બનવાની કરીશ કોશિશ જરૂર હું…
છતાં ખૂબ જ કાળજીપૂર્વક ધૈર્ય
રાખીશ હું,
જ્યારે આપનો સ્મિતભર્યા અવાજે બોલાવશો ત્યારે જરૂર આવીશ હું…
સાત જન્મનો સહિયારો આ એહસાસનો સંબંધ છે,…
મને પણ ખ્યાલ છે આ નયનરમ્ય સ્નેહનો અપાર છે ….
લાગણીઓ છલકાશે આપની ત્યારે જરૂર આવીશ હું….
આપના વિશ્વાસને *જિતીશ* ત્યારે આપ જરૂર કરશો *વિશ્વાસ *છે *મને*
ત્યારે જરૂર આવીશ હું…
*જરૂર આવીશ હું*
*જોષી દર્શના પી.*
રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ