જામનગર : દુકાનમાં તસ્કરોએ નાખ્યો ધામો : રૂા.45000ની ચોરી

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં આવેલ દીપક એજન્સી નામની દુકાનમાં ગત રાતે ચોરી થવા પામી છે. સવારે સામે આવેલ ઘટના અંગે દુકાનદારે પોલીસને જાણ કરી ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.
જામનગરમાં સતત વધી રહેલ ચોરીના બનાવો વચ્ચે આજે રાત્રે થયેલ વધુ એક ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના લાલપુર રોડ પર આવેલ સાધના કોલોની વિસ્તારમાં આવેલ દીપક એજન્સી ને તસ્કરોએ નીચન બનાવી હતી. શટર ઉંચકાવી અંદર ઘુસેલ તસ્કરોએ ખાખાખોરા કરી જે હાથમાં આવ્યું તે ચોરી કરી નાશી ગયા હતા. આ બનાવ અંગે સવારે દુકાને પહોચેલ દુકાનદારને જાણ થઇ હતી. જેને લઈને તેઓએ તુરંત પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા જ સીટીએ ડીવીજન પોલીસ દફતરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે દુકાનનું પંચનામું કરી ચોર સખ્સોની ઓળખ અને ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે. જો કે બપોર સુધી આ બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી. સતત વધી રહેલ ચોરીના બનાવ વચ્ચે વધુ એક દુકાનને ટાર્ગેટ બનાવવામાં આવી છે. ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા તથા રાત્રી પેટ્રોલિંગના પોલીસના દાવા પોકળ સાબિત થઇ રહયા છે. કેટલી ચોરી થઇ તેનો તાગ મેળવવા દુકાનદારે તાગ મેળવવી ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ આ વિસ્તારમાં આવેલ સીસીટીવી ફૂટેજ કબજે કરવા અને શંકાસ્પદ સખ્સોની હિલચાલ અંગે ચકાસવા તથા ચોક્કસ ચોર સુધી પહોચવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.