માણાવદર તાલુકાના મંદિરો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠશે

માણાવદર તાલુકાના મંદિરો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠશે
સોમવારથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ શિવાલયોમાં તૈયારીઓને આખરી ઓપ
મહાદેવનું પૂજન- અર્ચન કરવાનો ઉત્સવ એટલે શ્રાવણ માસ હિન્દુઓના પવિત્ર માસ ગણાતા શ્રાવણ માસનો તારીખ 9 ઓગસ્ટ 2021 ને સોમવારના રોજથી પ્રારંભ થનાર છે ત્યારે ભાવિક ભક્તજનો શિવજીને પોતાના ભક્તિરસમાં નવડાવવા સાથે માણાવદર તાલુકામાં શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠશે . સમગ્ર શ્રાવણમાસ દરમિયાન શિવભક્તો અખંડ જાપ કરવાની સાથે-સાથે બીલીપત્ર શિવજીને અર્પણ કરશે
શિવજીના સોમવારથી શરૂ થતો શ્રાવણ સોમવારે પૂર્ણ થશે.તારીખ 9 ઓગસ્ટ ને સોમવારના રોજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થાય છે ચાલુ વર્ષે શ્રાવણ માસનો પ્રારંભ સોમવારથી અને અંત પણ સોમવારના રોજ થવાની સાથે સાથે સમગ્ર શ્રાવણ માસમાં પાંચ સોમવાર નો અનોખો સંયોગ સર્જાતો હોય શિવભક્તોનો ઉત્સાહ બમણો થયો છે
રિપોર્ટ : જીગ્નેશ પટેલ માણાવદર