હળવદ યુવા ભાજપ દ્વારા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ અંબેડકરજી ની પ્રતિમા ને પુષ્પ હાર કરી પૂજન કરવામાં આવ્યું

હળવદ યુવા ભાજપ દ્વારા મહામાનવ ભારત રત્ન ડૉ. બાબાસાહેબ અંબેડકરજી ની પ્રતિમા ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરી અને પુષ્પ હાર કરી પૂજન કરવામાં આવ્યું
ગુજરાત પ્રદેશ યુવા ભાજપ દ્વારા ગુજરાત ભર માં મહાપુરુષો ની પ્રતિમા ની ગરિમા જળવાઈ તેવા શુભ આષય થી મહાપુરુષો ની પ્રતિમા એ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત હળવદ યુવા ભાજપ દ્વારા મહામાનવ અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ અંબેડકરજી ની પ્રતિમા ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને ડૉ.બાબા સાહેબ ની પ્રતિમા પર દૂધ અને સ્વચ્છ પાણી થી અભિષેક કરવામાં આવ્યો હતો સાથે પુષ્પ હાર થી પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે , શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે , તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેશભાઈ લોરીયા , મોહનભાઇ પરમાર , મેહુલભાઈ પટેલ , ગીરીશભાઈ પરમાર , વી.કે.મકવાણા , અશોકભાઈ પ્રજાપતિ , રવિભાઈ પટેલ , હરીશભાઈ ઝાલા , જતીનભાઈ રાવલ , હસમુખભાઈ પ્રજાપતિ સહિત આગેવાનો આ કાર્યક્રમ માં જોડાયા હતા
આ કાર્યક્રમ ને સફળ બનાવવા વિકાસ કુરિયા , મૌલેશ મહેતા , મહેશ કોપણીયા , વિપુલ સગર , હરેશ એરવાડિયા , કુલદીપ રાજપૂત સહિત યુવા ભાજપ ના ઉત્સાહી કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ