હળવદ મા કોંગ્રેસ દ્વારા જન અધિકાર અભિયાન દ્વારા વિરોધ પ્રદર્શન કરતા ૨૧ કાયૅકરો ની અટકાયત

હળવદ મા કોંગ્રેસ દ્વારા જન અધિકાર અભિયાન દ્વારા વિરોધ પ્રદર્શન કરતા ૨૧ કાયૅકરો ની અટકાયત
હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જનઅધિકાર અભિયાન નું આયોજન કરાયું હતું સરાના નાકે થી ટીકર રોડસુધી રેલી કાઢી સૂત્રોચ્ચાર કરીને ભાજપ વિરોધ નારા લગાવ્યા હતા મોરબી જિલ્લા કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત ૨૧ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી
સમગ્ર રાજ્યમાં ૮ ઓગસ્ટના રોજ ભાજપ સરકાર જ્યારે પોતાના પાંચ વર્ષની પૂર્ણાહુતિ ના વિવિધ કાર્યક્રમો કરી રહી છે ત્યારે તેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આવા ખોટા તાયફાઓ સામે વિરોધ પ્રદર્શન કરી હાલની સરકાર દ્વારા જે લોકો પર મોંઘવારીનો માર, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સહિત અનેક મુદ્દાઓ ના કારણે રવિવારે હળવદ ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, નહીં ચલેગી નહીં ચલેગી મોંઘવારી કી માર નહી ચલેગી, હાય રે ભાજપ હાય રે ભાજપ, બેરોજગારો ને રોજગાર, મોંઘવારી કી માર યે તાનાશાહી સરકાર, જેવા અનેકવિધ વિરોધ બેનરો વચ્ચે હળવદ કોંગ્રેસ દ્વારા આક્રમક વલણ થી હાલની ભાજપ સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ જોડાયા જો કે વહેલી સવારથી જ આ કાર્યક્રમમાં કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ કાફલો તેનાત કરવામાં આવ્યો હતો, પોલીસ દ્વારા ૨૧ જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી
વિરોધ પ્રદર્શનમાં મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડો. કે.એમ. રાણા, ભીખાલાલ પટેલ. પાલિકા સદસ્ય દેવાભાઈ ભરવાડ શૈલેશભાઈ દવે, ધર્મેન્દ્રભાઈ પટેલ, હેમાંગભાઈ રાવલ, દિનેશભાઈ મકવાણા, સહિતના કોંગ્રેસ ના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ