હિંમતનગરના વિર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓની મદદ અર્થે ભવ્ય રક્તદાન શિબિર યોજાઈ.

હિંમતનગરના વિર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓની મદદ અર્થે ભવ્ય રક્તદાન શિબિર યોજાઈ.
હિંમતનગર માં જગદીશ પ્લાઝા હોટલ ખાતે કાર્યક્રમ રાખેલ હતો તેમાં વિર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા અપાતી વિવિધ સેવાઓ જરૂરિયાતમંદ ને સરળતાથી મળી રહે એ હેતુ થી અલગ અલગ નંબર જાહેર કરવામાં આવ્યા
ઘણા વર્ષો થી સાબરકાંઠા અરવલ્લી જિલ્લા માં રક્તવાહિની અને જરૂરતમંદ ની જીવાદોરી સમાન ચાલતું ગ્રુપ એટલે વિર પ્રતાપ ફાઉન્ડેશન,
કોરોના મહામારી ના કારણે રક્તદાતાઓ માં ઘટાડો જોવા મળી રહ્યો છે તેથી હિંમતનગર સિવિલ અને રેડક્રોસ બ્લડ બેંક મા રક્ત નો જથ્થો ઓછો રહેતો હોવાથી તથા થેલેસેમિયા ના દર્દીઓ દ્વારા વિર પ્રતાપ ફાઉન્ડેશન ને વધુ કોલ આવવાથી વિર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા સાબરકાંઠા જિલ્લા ના તમામ તાલુકા મા બ્લડ કેમ્પ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જે ફાઉન્ડેશન ના યુવાનો દ્વારા છેલ્લા ઘણા વર્ષો થી કોઈપણ પ્રકાર ના નાત જાત ના ભેદભાવ વિના માત્ર ને માત્ર સમાજ સેવા ના ધર્મ ને વળગી રહેવાના હેતુ થી જરૂરતમંદ ને રક્તદાન કરી તથા અન્ય સેવાકીય કાર્યો માં મદદ કરી માત્ર સાબરકાંઠા અને અરવલ્લી જ નહિ પરંતુ ઉત્તર ગુજરાત ના તમામ જિલ્લાના લોકો ના દિલોમાં આગવું સ્થાન મેળવી ચુક્યા છે જરૂરિયાતમંદ દર્દીઓ ને એમ્બ્યુલન્સ નું ભાડું મોંઘુ પડતું હોવાથી વિર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા આગામી સમય માં નિશુલ્ક એમ્બ્યુલન્સ સેવા પણ ચાલુ કરવામાં આવશે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)