ડભોઇ તાલુકા ના કરનાળી ખાતે નર્મદા નદી માં બે યુવકો ડૂબી જતાં સ્થાનિક તરવૈયા ઓ એ શોધખોળ શરૂ કરી

ડભોઇ તાલુકા ના કરનાળી ગામે નર્મદા નદી ત્રિવેણી સંગમ ખાતે બે યુવકો ડૂબી જતાં સ્થાનિક તરવૈયા ઓ ની મદદ થી તેઓની શોધખોળ ચાલુ છે.જાણવા મળેલ વિગત પ્રમાણે આજરોજ મૂળ કવાટ ના અને હાલ વડોદરા રહેતા બે યુવકો પોતાના મિત્રો સાથે નર્મદા નદી માં નાહવા ઉતર્યા હતા.જે પૈકી બે યુવકો પાણી ના વહેણ માં તણાતાં ડૂબવા લાગ્યા હતા અને લાપતા થયા હતા.અચાનક બનેલ ઘટના થી સાથી મિત્રો ઘભરાઈ જતા તાત્કાલિક ચાણોદ પોલીસ નો સંપર્ક કરતા ચાણોદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી સ્થાનીક હોળી વાળા તેમજ તરવૈયા ઓ ની મદદ લઇ ડૂબી ગયેલ બંને યુવકો ની શોધખોળ શરૂ કરી હતી.જાણવા મળ્યા મુજબ ડૂબી ગયેલ યુવકો ના નામ (1)ભાવેશ રામજીભાઈ રાઠવા ઉ.વ 22 રહે,થડગામ તા.કવાંટ હાલ રહે તરસાલી વિશાલ નગર વડોદરા.અને (2)નિતીનકુમાર દેવજીભાઈ રાઠવા ઉ.વ 25 થડગામ તા.કવાંટ હાલ રહે તરસાલી વડોદરા હોવાનું જાણવા મળેલ છે.રવિવાર ની રજા હોવાથી મિત્રો કરનાળી નર્મદા નદી ખાતે ફરવા આવ્યા હોવાનું જાણવા મળેલ છે.ડૂબી ગયેલ બંને મિત્રો લાપતા હોવાથી સ્થાનીક હોળી ચાલક તરવૈયા ઓ ની મદદ થી શોધખોળ ચાલુ છે.