ડભોઈ રૂદ્ર ધામ સમસાન ખાતે* *વૃક્ષા રોપણ કરી પર્યાવરણ બચાવો નો સંદેશ આપતું ડભોઇ રાણા સમાજ

ડભોઈ રૂદ્ર ધામ સમસાન ખાતે* *વૃક્ષા રોપણ કરી પર્યાવરણ બચાવો નો સંદેશ આપતું ડભોઇ રાણા સમાજ
Spread the love

રૂદ્ર ધામ સમશાન ડભોઈ ખાતે રાણા સમાજ ના લોકો થકી વૃક્ષો રોપણ કરી પર્યાવરણ બચાવો નો સંદેશો આપવામાં આવ્યો હતો. મનુષ્યને જીવવા માટે ઓક્સીજનની જરુર પડે છે જે ઓક્સિજન આપણને વૃક્ષો દ્વારા મળે છે.માટે જ જ્યાં વૃક્ષો વધુ હોય છે ત્યાં ઓક્સિજન નું પ્રમાણ પણ વધુ હોય છે.જે સંદર્ભે આજ રોજ ડભોઇ રાણા સમાજ ના યુવાનો એ વૃક્ષા રોપણ કરી પર્યાવરણ ને પ્રદુષણ થી બચાવવા પહેલ કરી હતી.કહેવત છે કે પર્યાવરણ નું જતન કરવું એ ઈશ્વર ની ભક્તિ બરાબર છે અને પર્યાવરણને નુકશાન કરવું તે ઈશ્વરને દુ:ખ લગાડવા જેવું છે. અને આજના સમયમાં લોકો વધુ ને વધુ વૃક્ષરોપણ કરે અને તેનું જતન કરે આ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે . પર્યાવરણનો મુખ્ય ભાગ વૃક્ષ પર આભારી છે . વૃક્ષમાં પરમાત્માનો વાસ છે. વૃક્ષ થકી જીવન ઉજીયાળા આથી પર્યાવરણની જાળવણીમાં વૃક્ષોના જંગલો આવશ્યક અને અગત્યનો ભાગ ભજવે છે . વૃક્ષો કાર્બન ડાયોકસાઈડ શોષી ઓક્સિજન એટલે કે પ્રાણવાયું આપે છે . સાથે આસપાસમાં ઠંડક આપે એટલે વિશાળ પ્રમાણમાં વૃક્ષારોપણની ખાસ જરૂરીયાત છે.માટે જ આજરોજ ડભોઇ રાણા સમાજ ના પ્રમુખ શ્રી જગદીશભાઈ અંબાલાલ રાણા તેમજ ભાજપ ના કાર્યકર ભાવેશભાઈ રાણા સાથે રાણા સમાજ ના યુવાનો એ રુદ્રધામ સ્મશાન ડભોઇ ખાતે વૃક્ષા રોપણ કરી પર્યાવરણ ને બચાવવા નો ઉત્તમ સંદેશો પાઠવ્યો હતો.

IMG-20210808-WA0026-2.jpg IMG-20210808-WA0024-0.jpg IMG-20210808-WA0025-1.jpg

Admin

Abrarmahedi Dabiwala

9909969099
Right Click Disabled!