દ્વારકા ખાતે થી ગુમ થયેલી યુવતીને દિલ્હીથી શોધી કાઢી :

દ્વારકા: દ્વારકા ખાતે થી ગુમ થયેલી યુવતી ને દિલ્હી થી દ્વારકા પોલીસ ટીમે શોધી કાઢી આ બનાવની વિગત મુજબ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં વસવાટ કરતી અસ્મીન બેન ગત તા ૨૯/૬ /૨૦૨૧ ના રોજ ગુમ થયાની ફરિયાદ દ્વારકા પોલીસમાં નોંધાવેલ હોય જેને શોધી કાઢવા પી.આઈ ગઢવી ના માર્ગદર્શન મુજબ મહિલા પી.એસ.આઇ યુ બી અખેડ તથા સ્ટાફની એક ટીમ બનાવી દિલ્હી ખાતે ગુમ થયેલ યુવતી ને શોધી કાઢી હતી આ કાર્યવાહી દ્વારકા પી.આઈ પી બી ગઢવી ના માર્ગદર્શન હેઠળ મહિલા પી.એસ.આઇ યુ બી અખેડ હરિશંકર ભટ્ટ રવિ હેરમા અરસીભાઇ ગોજીયા રાજુભાઈ ધોળકિયા વું હિરલ બેન મકવાણા વિગેરે દ્વારા કરવામાં આવી હતી
રિપોર્ટ : રાકેશ સામાણી