સુરતનાં ૨૧૦૦ મેટ્રિક ટન કચરામાંથી દર મહિને ૧૧ વીઘા જમીનને ફળદ્રુપ બનાવવામાં આવે છે

સુરતનાં ૨૧૦૦ મેટ્રિક ટન કચરામાંથી દર મહિને ૧૧ વીઘા જમીનને ફળદ્રુપ બનાવવામાં આવે છે
Spread the love

ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન ડિસેમ્બરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના હસ્તે કરાવવાની ચર્ચા ચાલી રહી છે. તેના પહેલા નવેમ્બરમાં ખજોદ ડિસ્પોઝલ સાઈટને લેન્ડ ફીલ કરાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. ડિસ્પોઝલ સાઈટ પર કચરામાંથી ખાતર બનાવવામાં આવી રહ્યુ છે. કચરામાંથી દર મહિને 2100 ટન ખાતર બનાવવામાં આવી રહ્યું છે તે ખાતર દર મહિને 11 વીઘા જમીનને ફળદ્રુપ બનાવી રહી છે.
હાલ રોજના 800 મેટ્રિક ટન કચરાને રીસાઇકલ કરવામાં આવી રહ્યું છે. સુરતમાં 1200 કરોડ રૂપિયાના ખર્ચે એશિયાનું સૌથી મોટો ડાયમંડ ટ્રેડિંગ હબ બનવા જઈ રહ્યું છે. જેની મુલાકાત ગયા મહિને જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી
તે સમયે ડાયમંડ બુર્સ કમિટી દ્વારા ખજોદ ડિસ્પોઝલ સાઈટ ખસેડવાની માંગણી પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી કહ્યું હતું કે છ મહિનામાં તેનું નિરાકરણ થઇ જશે. અત્યાર સુધી 3.50 લાખ મેટ્રિક ટન કચરાને લેન્ડ ફીલ કરી દેવામાં આવ્યું છે. બચેલો 20 લાખ મેટ્રિક ટન કચરો નવેમ્બર સુધી લેન્ડ ફીલ કરાવવાનો નિર્ધાર છે.
રોજ 800 મેટ્રિક ટન કચરો થાય છેરીસાઇકલ 3.50 લાખ મેટ્રિક ટન કચરો થઇ ચુક્યો છેલેન્ડ ફીલ 20 લાખ મેટ્રિક ટન કચરો નવેમ્બર સુધી લેન્ડ ફીલ કરાશે800 મેટ્રિક ત્રણ કચરાને રોજ રીસાઇકલ કરવામાં આવે છે
દર મહિને 2100 ટન ખાતર બનાવવામાં આવી રહી છે, જે 11 વીઘા જમીનને ફળદ્રુપ બનાવે છે સુરત મનપાના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે સુવાલીમાં જો ડિસ્પોઝલ સાઈટ શરૂ કરવાને પરવાનગી મળી પણ જાય તો નવી સાઈટ શરૂ કરવા માટે ઓછામાં ઓછા છ મહિના જેટલો સમય નીકળી જશે. એલોટમેન્ટ આવ્યા પછી જીપીસીબીની એનઓસી મેળવવા ઓછામાં ઓછા 2 અઠવાડિયા જેટલો સમય લાગશે. લેન્ડ ફિલની ટેન્ડર પ્રક્રિયા માટે પણ સમય લાગશે. હાલ આ સાઈટ બંધ કરવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આવતા અઠવાડિયે રોજ 2 હજાર મેટ્રિક ટન કચરો રીસાઇકલ થશે.

રીપોટ : સુનિલ ગાંજાવાલા
સુરત

IMG_20210810_104718.jpg

Admin

Sunil Ganjawala

9909969099
Right Click Disabled!