બનાસકાંઠા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ક્વીઝ સ્પર્ધાનું આયોજન

બનાસકાંઠા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ક્વીઝ સ્પર્ધાનું આયોજન
Spread the love

૧૫મી ઓગસ્ટ-૨૦૨૧, સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે બનાસકાંઠા ટીમ એજ્યુકેશન દ્વારા સ્વતંત્ર ભારતનો ઇતિહાસ વિષય પર ઓનલાઈન ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓનલાઇન ક્વીઝનું પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. ઓનલાઈન ક્વીઝ સ્પર્ધા-૨૦૨૧માં ધોરણ- ૬ થી ૮ માં અભ્યાસ કરતા વિધાર્થી ભાઇ-બહેનો ભાગ લઇ શકશે. સ્વતંત્ર ભારતનો ઇતિહાસ વિષયની આ ક્વીઝમાં કુલ ૨૫ પ્રશ્નો પુછવામાં આવશે અને દરેક પ્રશ્ન ૧ ગુણનો છે.

ઓનલાઇન ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ આવનાર ૧૦૦ બાળકોને પ્રમાણપત્ર પણ ઓનલાઇન આપવામાં આવશે. તથા દેશભક્તિ ગીત માટે જે બાળકોએ પોતાનો વિડીયો અપલોડ કરેલ હશે તેમાંથી પ્રથમ ત્રણ ક્રમાંકના બાળકોને પ્રમાણપત્ર આપી જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં સન્માન કરવામાં આવશે. ક્વીઝના લોન્ચીંગ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ, પ્રાંત અધિકારીશ્રી એસ.ડી.ગિલવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સંજયભાઇ પરમાર અને નાયબ જિ.પ્રા.શિક્ષણાધિકારીશ્રી મુકેશભાઇ ચાવડા ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)

FB_IMG_1628823028746.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!