હળવદ માં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પૂછપરછ કરતા ચાર શખ્સોએ પોલીસ પર હુમલો
હળવદ બે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પૂછપરછ કરતા ચાર શખ્સોએ પોલીસ પર હુમલો કરતા ફરિયાદ
પોલીસે ફરજ રૂકાવટની ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી આરોપીઓ ફરાર
હળવદ પંથકમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન કડીયાણાથી પાંડાતિરથ જવાના રસ્તે શંકાસ્પદ ઈસમને પુછપરછ કરતાં તમે અમને હેરાન કરો છો કહી પોલીસ પર ગાળો બોલીને હુમલો કરીને છુટા પથ્થરોના ઘા તેમજ લાકડીથી ઈજાઓ પહોચાડી હતી જેમાં પોલીસ કોન્સ્ટેબલને પથ્થરના પીઠમા ઘા લાગ્યાં હતાં અને એલઆરડી જવાનને જડબામાં ઈજાઓ પહોંચી હતી જ્યારે પોલસના બન્ને જવાનોને પ્રાથમિક સારવાર માટે ચરાડવા સરકારી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ એલઆરડી જવાને ચાર શખ્સો વિરુદ્ધ ફરજ રૂકાવટ,લાકડી અને પથ્થરના ઘા મારી હુમલો કર્યાની ફરિયાદ દાખલ કરી હતી.
બનાવની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ હળવદના કડીયાણાથી પાંડાતિરથ જવાના રસ્તે સાંજે ૭ વાગ્યાની આસપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ઝાપડીયા અને એલઆરડી જવાન ઉપેન્દ્ર સિહ પેટ્રોલીંગમા હતાં તે દરમિયાન શંકાસ્પદ મુન્ના હમીરભાઈ ભરવાડને પુછપરછ કરતાં તેને પોલીસને ગાળો આપી અને હેરાન પરેશાન કરતા હોવાની વાત કરીને બીજા અજાણ્યા ત્રણ શખ્સો સાથે પોલીસ પર હુમલો કર્યો હતો જેમાં પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ઝાપડીયાને છુટા પથ્થરના ઘાથી ઈજાઓ પહોચી હતી જ્યારે એલઆરડી જવાનને જડબામાં ઈજાઓ પહોંચી હતી જેને પ્રાથમિક સારવાર માટે ચરાડવા બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને એલઆરડી જવાન ઉપેન્દ્ર સિહ જયેન્દ્રસિહએ મુન્ના ભરવાડ સહિત અન્ય ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરજ રૂકાવટ, છુટા પથ્થરના ઘા કર્યા તેમજ લાકડીથી હુમલો કર્યો ની ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ હળવદ પોલીસ સ્ટેશનના પી.એસ આઈ પી જી પનારા ચલાવી રહ્યા છે
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ