ડભોઇ તાલુકાના વડજ ગામે અવાવરૂ કૂવામાં ત્રણ જેટલી ગાયો ખાબકી-ભારે જહેમત બાદ બચાવ

ડભોઇ તાલુકાના વડજ ગામે અવાવરૂ કૂવામાં ત્રણ જેટલી ગાયો ખાબકી-ભારે જહેમત બાદ બચાવ
Spread the love

“ડભોઇ તાલુકાના વડજ ગામે અવાવરૂ કૂવામાં ત્રણ જેટલી ગાયો ખાબકી-ભારે જહેમત બાદ બચાવ ”

ડભોઇ તાલુકાના વડજ ગામે ગતરાત્રીના રોજ ત્રણ જેટલી ગાયો ઊંડા અવાવરૂ કૂવામાં ખાબકી હતી. જેની માહિતી આસપાસના રહીશોને મળતા જ ગામલોકો આવી પહોંચીને જોયું ત્યારે આ કુવામાં બે મોટી ગાય અને એક વાછરડું ખાબકયુ હતું. ગ્રામજનોએ તેની જાણ ડભોઇ નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરવામાં આવી. જેથી તેઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ વડોદરા ગૌરક્ષક દળ અને રાષ્ટ્રીય બજરંગ દળના જવાનોને પણ કરતા વડોદરાથી ગૌરક્ષક દળ ના આગેવાન નેહા પટેલ સાથે બંને સેવાભાવી ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટર અને ગૌરક્ષકની ટીમ દ્વારા મોટી ક્રેઇન મંગાવી ચાર કલાકની ભારે જહેમત બાદ આ ત્રણ જેટલી ગાયોને કૂવામાંથી બહાર કાઢી તેનો આબાદ બચાવ કર્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ આ કૂવાની આસપાસ ઝાડી ઝાંખરા ઉગી જવાને કારણે કુવો હશે એવું માલૂમ પડતું ન હતું. જેના કારણે આ ત્રણ જેટલી ગાયો કુવામાં ખાબકી હતી.
આ ત્રણ જેટલી ગાયોનુ તાત્કાલિક ધોરણે હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. નિષ્ણાતોએ તેને તંદુરસ્ત હોવાનું જણાવ્યું હતું જેથી સમગ્ર તંત્રએ રાહત દમ લીધો હતો.
આ સમગ્ર ઘટનામાં વડોદરા ગૌરક્ષક દળના નેહા પટેલ સાથે રાષ્ટ્રીય બજરંગ દળના જયદીપભાઇ, વૈભવ ભાઈ પટેલ , મેહુલભાઈ, રોનકભાઇ તેમજ અન્ય કાર્યકર્તાઓ ત્રણ ગાયોને બચાવવામાં સહભાગી બન્યા હતા.
આમ ગામલોકોએ ફાઈટર અને ગૌરક્ષકના નેહા પટેલ સાથે તેમની ટીમનો અને રાષ્ટ્રીય બજરંગ દળ ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

રીપોર્ટ:- ચિરાગ તમાકુવાલા ડભોઇ

IMG-20210822-WA0049.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!