રાજકોટ માં આગામી દિવસોમાં પાણીની કટોકટી ન સર્જાય તે માટે નર્મદાના નીર આજીડેમ તરફ રવાના કરવામાં આવ્યા

રાજકોટ માં આગામી દિવસોમાં પાણીની કટોકટી ન સર્જાય તે માટે મહાનગરપાલિકા દ્વારા રાજય સરકારે નર્મદાના નીર આજીડેમ તરફ રવાના કરવામાં આવ્યા હતા.
રાજકોટ માં આગામી દિવસોમાં પાણીની કટોકટી ન સર્જાય તે માટે કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા રાજય સરકાર સમક્ષ ૩૩૫ MCFT નર્મદાના નીરની માંગણી કરવામાં આવી હતી. જેનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. ગઈકાલ બુધવારથી ધોળી ધજાડેમ ખાતેથી નર્મદાના નીર આજીડેમ તરફ રવાના કરવામાં આવ્યા હતા. આજે સવારે આ પાણી ત્રંબા ખાતે પહોચી ગયું છે. જે નદીના કુદરતી વહેણમાં છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. કાળીપાટનો ડેમ છલકાય બાદ આ પાણી આવતીકાલ સાંજ સુધીમાં આજીડેમમાં પહોચી જાય તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. હાલ આજીડેમની સપાટી ૧૩.૫૦ ફૂટ છે. અને ડેમમાં ૨૦૮ MCFT પાણી સંગ્રહિત છે. આજીમાં ૩૩૫ MCFT નર્મદાનું નીર ઠાલવી દેવાતા રાજકોટને દિવાળી ડિસેમ્બર સુધી પાણીની શાંતી થઈ જશે. તેમજ સિંચાઈ વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજકોટ જીલ્લાના ભાદરડેમમાં નવું ૦.૪૯ ફૂટ પાણીની આવક થવા પામી છે. ૩૪ ફૂટે ઓવર ફલો થતા ભાદરની સપાટી હાલ ૨૦.૪૦ ફૂટે પહોચી જવા પામી છે. અને ડેમમાં ૨૦૦૮ MCFT પાણી સંગ્રહિત છે. આ ઉપરાંત આજી-૨ ડેમમાં ૦.૪૯ ફૂટ પાણીની આવક થવા પામી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.