રાજકોટ ના ગ્રીન-કલાયમેટ ચેઇન્જ એકશન પ્લાનને મંજૂરી આપી દેવામાં આવી

રાજકોટ ના ગ્રીન-કલાયમેટ ચેઇન્જ એકશન પ્લાનને મંજૂરી આપી દેવામાં આવી છે. કલેક્ટર અરૂણ મહેશ બાબુ.
રાજકોટ ના ગ્રીન-કલાયમેટ ચેઇન્જ એકશન પ્લાનને મંજૂરી આપી દેવામાં આવી છે. રાજકોટ જીલ્લામાં પર્યાવરણની સમતુલા જળવાય રહે તે માટે ૨૦ વર્ષની તૈયાર કરાયેલ આ યોજનાને બહાલ કરવામાં આવી છે. રાજકોટ જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યુ હતું કે આ યોજના અંતર્ગત રાજકોટ જીલ્લામાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરી ગ્રીન બેલ્ટ (હરીયાળી) નું પ્રમાણ વધારવા માટે પગલા લેવાશે. તેની સાથો સાથ જીલ્લામાં પ્રદુષણના પ્રમાણમાં ઘટાડો કરવા માટે ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન અપાશે તેમજ સૂર્ય ઉર્જા સંચાલીત ઉપકરણોનો લોકો વધુને વધુ ઉપયોગ કરતા થાય તે માટે પણ આ યોજનામાં પ્રોત્સાહન આપવામાં આવેલ છે. અહીં એ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઇશ્ર્વરીયા પાર્કમાં વન મહોત્સવ યોજી ૧૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ હતું. રાજકોટ જીલ્લાને વધુને વધુ હરીયાળો બનાવવા ગ્રીન બેલ્ટનું પ્રમાણ વધારાશે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.