દેવભૂમિ દ્વારકા માં સરકારી અને ખાનગી જમીનો પ્ર કબજા અંગે ની લેન્ડગ્રેબિંગ ની નોંધાઈ ફરિયાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાનગી અને સરકારી જમીન પર કબજો કરનારા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. વધુ બે ફરિયાદ નોંધાઈ છે. જેમાં દ્વારકા જિલ્લામાં પ્રથમ સરકારી જમીનની ફરિયાદ પર વાત કરવામાં આવે તો ઓખા મરીન પોલીસ મથકમાં ઓખાના મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે.
સરકારી જમીન પચાવી પાડવાને લઈ ફરિયાદ નોંધાઈફરિયાદમાં જણાવ્યાં મુજબ ભગવત જયંતીલાલ પાઢે બેટ દ્વારકા ગામે આવેલી સરકારી રેવન્યુ સર્વે નંબર 144 અને 146 મોજે બેટ વાળી જમીન સરકારી પડતર સદરે આવેલી હોવાથી તેમાં ગેરકાયદેસર દબાણ કરી તે જમીનમાંથી સબિરા અબ્બાસ બેતારાને કબજા અંગે કરાર કરી રૂપિયા 25000માં વેચી સરકારી જમીન પચાવી પાડી હતી તે સંદર્ભે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાઈતેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં ફરિયાદી જેઠાભાઇ ભોજાભાઇ કારાવદરા ની ભાણવડ તાલુકાના સાજડીયારી ગામની સીમમાં જુના રેવન્યુ સર્વે નંબર 229/33 તથા નવા સર્વે નંબર ૪૨૮ વાળી ખેતીની જગ્યા આવેલી છે જેનું ક્ષેત્રફળ 1-21-41 જે આશરે 7.5 વીઘા જેટલી થાય છે. જેની સરકારી જંત્રી મુજબ 2,67,000 કિંમત થાય છે.
સરકારી ખરાબાની જમીન પર કબજો કરી પચાવી પાડીતેની હાલની બજાર કિંમત 30 લાખ જેવી થાય છે તે જગ્યામાં રાજુભાઈ મશરીભાઇ ઓડેદરા અને કેશુભાઈ મશરીભાઇ ઓડેદરાએ ગેરકાયદે કબજો કરી વાવી ખેતી ઉપજ મેળવી પચાવી પાડી છે તથા ફરિયાદીની જગ્યાની બાજુમાં આવેલી આશરે 15 વીધા જેટલા સરકારી ખરાબાની જમીન પર કબજો કરી પચાવી પાડી હતી. આ ઉપરાંત તેમાંથી ઉપજ મેળવી રહ્યા હોવાની ફરિયાદ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ નોંધાઇ છે.
રિપોર્ટ : કપિલ મેઠવાણી, જામનગર.