કેળા કેમિકલ થી પકવાયાચ છે : લોકફરિયાદો થી સ્પેશિયલ ચેકીંગ ડ્રાઇવ કરતા પણ એક પણ ગોડાઉન પર થી કેમિકલ હાથ ન લાગ્યું

• જામનગરના સુભાષ શાક માર્કેટ, દિગ્વિજય પ્લોટ, હાપા જીઆઇડીસીમાં મહાનગરપાલિકાનું ચેકીંગ
જામનગરમાં સુભાષ શાક માર્કેટ, દિ.પ્લોટ, હાપા જીઆઇડીસીમાં મહાનગરપાલિકાએ કેળા પકવતા 6 ગોડાઉનમાં ચેકીંગ હાથ ધર્યું હતું. પરંતુ એકપણ ગોડાઉનમાં કેમીકલ ન મળતા આશ્ચર્ય સર્જાયું છે.
જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા કેમીકલથી કેળા પકવવામાં આવતી ફરિયાદોના પગલે સુભાષ શાક માર્કેટ, 58-દિગ્વિજય પ્લોટ, હાપા જીઆઇડીસી વિસ્તારમાં કેળા પકવતા એચ.એલ.ફ્રુટ કંપની, અહેમદ ફ્રુટ કંપની, હુશેનભાઇ ઉમરભાઇ લાલા, એચ.એલ.પટેલ કેળાવાળા, એસ.પટેલ, કનૈયાલાલ ટેકચંદ ગોડાઉનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ એકપણ ગોડાઉનમાંથી કોઇ હાનીકારક કેમીકલ ન મળી આવતા આશ્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે. તદઉપરાંત તમામ ગોડાઉનમાં ઇથીલીન ચેમ્બરનો ઉપયોગ સરકારના કૃષિ વિભાગ દ્વારા મંજૂરી મળેલા ઇથીલીનનો રાયપનીંગ એજન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાનું ખૂલ્યું હતું.
શહેરમાં કેમીકલથી કેળા પકવામાં આવતા હોવાની વ્યાપક લોકફરિયાદો ઉઠી છે. પરંતુ મહાનગરપાલિકાની ફુડ શાખાએ 6 ગોડાઉનમાં ચેકીંગ કરતા એકપણ ગોડાઉનમાં કેમીકલ ન મળતાં આશ્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે. આમ ફુડ શાખાની કહેવાતી તપાસ ઘણીવાર વિવિધ પ્રકારનું મનોરંજન પુરૂ પાડતી હાેવાની રમૂજ થઇ રહી છે.
રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.