રાજકોટ માં મહાનગરપાલિકા હસ્તકના આવાસોમાં ગેરકાયદેસર કબ્જો કરેલ આવાસોમાં મહાનગરપાલિકા દ્વારા સઘન ચકાસણી હાથ ધરાઈ

રાજકોટ માં મહાનગરપાલિકા હસ્તકના આવાસોમાં ગેરકાયદેસર કબ્જો કરેલ આવાસોમાં મહાનગરપાલિકા દ્વારા સઘન ચકાસણી હાથ ધરાઈ
Spread the love

રાજકોટ માં મહાનગરપાલિકા હસ્તકના આવાસોમાં ગેરકાયદેસર કબ્જો કરેલ આવાસોમાં મહાનગરપાલિકા દ્વારા સઘન ચકાસણી હાથ ધરાઈ છે.

રાજકોટ માં બનાવવામાં આવેલ વિવિધ આવાસ યોજનાઓમાં ખાલી રહેલા આવાસમાં ગેરકાયદેસર કબ્જો કરેલ આવાસોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સધન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા.૭-૯-૨૦૨૧ના રોજ વૃંદાવન પાછળ આવેલ વામ્બે આવાસ યોજના અને પુષ્કરધામ મેઈન રોડ પર આવેલ BSVP-1 આવાસ યોજના ખાતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચકાસણી દરમ્યાન બંને આવાસ યોજનામાં કુલ-૬૯ આવાસો રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના છે. જેમાં ૪૧ આવાસોમાં તાળા તૂટેલા અને અમુક આવાસમાં દરવાજાના નકુચા પણ તૂટેલા મળી આવ્યા છે. જે તમામ આવાસોમાં રાજકોટ શહેર મહાનગરપાલિકાના તાળા લગાવી દેવામાં આવ્યા છે. હાલ શહેરની જુદી-જુદી આવાસોમાં ચકાસણી કામગીરી ચાલી રહી છે. આવાસ યોજનામાં ગેરકાયદેસર કબ્જો કરી રહેતા આસામીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સધન કામગીરી હાથ ધરવામાં આવી છે. જે દરમ્યાન વામ્બે આવાસ યોજના ખાતે કુલ-૨૩ આવાસ કોર્પોરેશના હસ્તના છે. જેમાંથી ૧૧ આવાસ કબ્જાવાળા મળેલ તેમજ BSVP-1 આવાસ યોજના ખાતે ૪૬ આવાસ કોર્પોરેશન હસ્તકના છે. જેમાંથી ૩૦ આવાસ કબ્જાવાળા માલુમ પડતા તમામ કબ્જો કરેલ આવાસમાં સામાન સાથે રાજકોટ મહાનગરપાલિકાના તાળા લગાવી આપવામાં આવ્યા છે. અમુલ આવાસમાં દરવાજાના નકુચા પણ તૂટેલા માલુમ પડતા આવા આવાસના દરવાજાના સમારકામ કરી મહાનગરપાલિકાના તાળા લગાવવામાં આવશે.

 

 

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!