ડભોઇ તાલુકા ના પચાસ જેટલા યુવાઓ અને ત્રણ ગામના સરપંચો એ ભાજપનો ખેસ ધારણ કરતા રાજકારણમાં ગરમાવો

ડભોઇ તાલુકા ના પચાસ જેટલા યુવાઓ અને ત્રણ ગામના સરપંચો એ ભાજપનો ખેસ ધારણ કરતા રાજકારણમાં ગરમાવો
Spread the love

ગ્રામ પંચાયત ની ચૂંટણી પહેલા ડભોઇ તાલુકા ના પચાસ જેટલા યુવાઓ અને ત્રણ ગામના સરપંચો ભાજપનું ખેસ ધારણ કરતા ડભોઇ ના રાજકારણમાં ગરમાવો

ડભોઇ તાલુકા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ ચેતન્ય બ્રહ્મભટ્ટ ની આગેવાનીમાં ૫૦ જેટલા યુવાનો ભારતીય જનતા પક્ષમાં જોડાતા:કોંગ્રેસ પક્ષ માં હડકંપ”મચી જવા પામ્યો હતો.
ડભોઇ તાલુકાના સાંઠોડ ગામ ના યુવાનો અને અન્ય ગામોના સરપંચ ડેપ્યુટી સરપંચ કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા આવનારી ગ્રામપંચાયત ની ચૂંટણી તેમજ વિધાનસભા 2022 ને લઇ રાજકારણ ના સમીકરણો બદલાયા છે.
ડભોઇ વિધાનસભામાં લાગતા માંગરોળ ના સરપંચ સંજયભાઈ ઠાકોર, ભીમપુરા ના સરપંચ ચિંતનભાઈ, ડેપ્યુટી સરપંચ જગદીશભાઈ, ચનવાળાના માજી સરપંચ ઇનાયત ભાઈ કુરેશી તેમજ સાંઠોડ ગામના ૫૦ જેટલા યુવાનો તાલુકા યુવા કોંગ્રેસ ના ઉપપ્રમુખ ચેતન્ય બ્રહ્મભટ્ટ ની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ભાજપનો ખેસ ધારણ કર્યું હતું.
જ્યારે આ પ્રસંગે જિલ્લા ના મહામંત્રી ડોક્ટર બિ.જે બ્રહ્મભટ્ટ તાલુકાના પ્રમુખ દિનેશભાઈ પટેલ, મહામંત્રી સુખદેવ પાટણવાડીયા મહામંત્રી હિતેશ પટેલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ વકીલ તાલુકાની ટીમ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ ભાજપમાં જોડાયેલા તમામ લોકોને આવકાર્યા હતા.
સાથે શ્રી શૈલેષભાઈ મહેતાએ આ તમામ યુવકોને પાર્ટી તરફથી કોઈપણ જાતનું અન્યાય થાય નહીં અને તમામ યુવાનોને પાર્ટી તરફથી પૂરેપૂરો સાથ સહકાર મળશે તેવું જણાવ્યું હતું.

રીપોર્ટ:-ચિરાગ તમાકુવાલા ડભોઈ

IMG-20210906-WA0066.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!