જામનગર : સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાય ઓવરબ્રિજ ના નિર્માણ પ્રોજેક્ટ ની મુલાકાત લેતા કમિશનર વિજય ખરાડી

શહેરમાં મુખત્વે ટ્રાફિક સમસ્યાના નિવારણ હેતુ શહેરના સાતરસ્તાથી સુભાષબ્રીજ સુધી ખુબ જ મહત્વનો પ્રોજેક્ટ એવા સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવરબ્રીજની કામગીરી હાલ ચાલી રહી છે, એવામાં યુવા IAS જામનગર મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડી શહેરમાં જે કોઈપણ કામો ચાલતા હોય તેની સાઈટવિઝીટ કરી અને જાતતપાસના આગ્રહી હોવાની તેમની જામનગરમાં નિમણુક બાદ તેવોએ લીધેલ વિવિધ પ્રોજેક્ટની મુલાકાત પરથી લાગી રહ્યું છે તેવો જે તે પ્રોજેક્ટ સાઈટની વિઝીટ કરી અને લગત વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાકટરોને જરૂરી સૂચનાઓ આપતા હોય છે, જેથી સરકારના નાણાનો વ્યય ના થાય અને કામની ગુણવતા જળવાઈ રહે.
આજે પણ મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડી શહેરના ફ્લાયઓવરબ્રિજની કામગીરી કઈ રીતે ચાલી રહી છે તે જાત નિરીક્ષણ કરવા માટે સીટી ઈજનેર શૈલેશ જોશી અને પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના કાર્યપાલક ઈજનેર ભાવેશ જાની સહિતની ટીમ સાથે પહોચ્યા ત્યારે આ કામગીરી કરનાર કોન્ટ્રાકટર રચના કન્સ્ટ્રકશનના અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ મુલાકાત વખતે હાજર રહ્યા હતા. કમિશનરે આજે મુલાકાત દરમિયાન આ પ્રોજેક્ટ પૂર્ણ ના થાય ત્યાં સુધી સલામતી અને ગુણવતામાં કોઈ પ્રકારની બાંધછોડ ના થાય તે માટે અધિકારીઓ અને કોન્ટ્રાકટર કંપનીને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપી અકસ્માતોની ઘટના નિવારી શકાય તે માટે તેમના ખુબ જરૂરી માનવામાં આવતા સૂચનો કર્યા હતા, જે ચાલી રહેલ પ્રોજેક્ટ દરમિયાન મહત્વના સાબિત થશે,
આગામી દિવસોમા ઇંદીરા માર્ગ ઉપર નગરને ફ્લાય ઓવરની ભેંટ મળવાની છે ત્યારે આ ભેંટ મળવાની સાથે મહત્વકાંક્ષી પ્રથમ ફ્લાય ઓવર પ્રોજેક્ટની ભેટ સાથે ઇજનેરી કૌશલ્યનો ઉતમ નમુનો હાલારમા પ્રથમ વખત વિશિષ્ટ સ્વરૂપે જોવા મળશે કેમકે રોજના હજારો વાહનો જે વિક્ટોરીયા પુલથી સીધા ઉદ્યોગનગર કે દિગ્જામ સર્કલ કે સમર્પણ તરફ જવા માંગે છે તે સીધા જ ફ્લાય ઓવર પરથી પસાર થનાર હોઇ શહેરના ઇન્દીરા માર્ગ ઉપર ટ્રાફીકનુ ભારણ ઘટશે આ માર્ગ શહેરનો સૌથી વિકસીત તથા લાંબો આર્થિક ધોરી માર્ગ છે. સુભાષબ્રિજથી સર્કલથી સાત રસ્તા સર્કલ સુધી આ માર્ગ આશરે 3.75 કી.મી.ની લંબાઇ ધરાવે છે. તથા 30 મી.ની પહોળાઇ ધરાવે છે.સૌથી અગત્યતા કોમર્શીયલ સેન્ટરો, હોસ્પિટલ, ઓફિસ કમ્પલેક્ષ વગેરે આ રસ્તા પર આવેલા છે આ કારણોસર આઇ.જી. રોડ તથા તેના ઉપર આવેલા જંકશનો જેવા કે અંબર સિનેમા સર્કલ, ગુરૂદ્વારા સર્કલ, નર્મદા ચોકડી પર ટ્રાફિક જામના દ્રશ્યો સવાર-સાંજના પીક અવર્સ દરમિયાન જોવા મળે છે.
આ પ્રમાણે ફલાય ઓવર બ્રીજની રચના કરવાથી સુભાષ બ્રીજ બાજુથી પ્રવેશતા વાહનો દ્વારકા રોડ તથા જી.આઇ.ડી.સી. રોડ તરફ કોઇપણ અડચણ વગર, ઝડપથી અને સલામતી પૂર્વક આઇ.જી. રોડ ઉપર જઇ શકશે જે ધ્યાનમાં રાખતા ઇન્દિરા ગાંધી માર્ગ ઉપર આ તમામ જંકશનો પાર કરતો તેમજ સાત રસ્તા સર્કલ પાર કરતો ફલાય ઓવર બાંધવાની જરૂરીયાત છે. સમગ્ર ફલાય ઓવર બ્રીજની કુલ લંબાઇ 3250 મીટર રહેશે, હાલ હેયાત રસ્તાની પહોળાઇ ડી.પી. રોડ 30 મીટર, તેમજ હાલ હૈયાત આસ્ફાલ્ટ કારપેટની પહોળાઇ 15 મીટર છે. તેમજ આ રસ્તાનું વાઇડનીંગ હવે થઇ શકે તેમ નથી.
બ્રીજની કલીયર ઉંચાઇ નાગનાથ ગેઇટ જંકશન પાસે 4 મીટર તથા તે સિવાયના વિસ્તારમાં 5.30 મીટર રહેશે તેમજ ઇન્દિરા માર્ગ ઉપર પ્રપોઝડ ફોર લેન ફલાય ઓવર બ્રીજની પહોળાઇ 15 મીટરની રહેશે. તથા બન્ને બાજુ એમ.એસ. ક્રેસ બેરીયર લગાવવામાં આવશે. અંબર જંકશન પાસે પી.એન. માર્ગ પરથી આવતા ટ્રાફિકને ડાયરેકટ રાજકોટ જવા માટે ટુ-લેન 7.50 મીટર પહોળાઇનો એપ્રોચ આપવામાં આવશે જેથી રાજકોટ તરફ જવાના ટ્રાફિકને વાહન વ્યવહારમાં સરળતા રહે. સાત રસ્તા સર્કલ પાસે ખંભાળિયા-દ્વારકાને જોડતા રસ્તા તરફ ટુ-લેન 7.50 મીટર પહોળાઇનો એપ્રોચ આપવામાં આવશે. ખંભાળિયા-દ્વારકા તરફથી આવતા ટ્રાફિકને રાજકોટ જવા માટે ડાયરેકટ ફલાય ઓવર બ્રીજમાં એન્ટ્રી મળી રહેશે જેથી ટ્રાફિક નિયમનમાં સરળતા રહેશે. તેમજ ઇન્દિરા માર્ગ જી.આઇ.ડી.સી.ને જોડતા રસ્તા તરફ 7.50 મીટર પહોળાઇનો ટુ-લેન એપ્રોચ આપવામાં આવશે.
સાત રસ્તાથી ગુરૂદ્વારા જંકશન સુધી રાજકોટ તરફથી આવતા વાહનો માટે થી લેન એપ્રોચ જાડા બિલ્ડીંગ પહેલા નીચે ઉતારવામાં આવશે. જેથી સીટીમાં તથા એસ.ટી. સ્ટેન્ડ તરફ જતા વાહનો બ્રીજના એપ્રોચથી અવર-જવર કરી શકશે. આ ફલાય ઓવર બ્રીજ શહેરના ચાર મુખ્ય જંકશન નાગનાથ ગેઇટ, નર્મદા સર્કલ તથા ગુરૂદ્વારા ક્રોસીંગ તેમજ સાત રસ્તા સર્કલને કવર કરે છે. આ અંગે કાર્યપાલક ઇજનેર પ્રોજેક્ટ એન્ડ પ્લાનીંગ ભાવેશ જાની એ જણાવ્યા મુજબ શહેરના મુખ્ય ચાર જંકશનો અંબર સર્કલ, ગુરુદ્વારા સર્કલ, નર્મદા સર્કલ, સાતરસ્તા સર્કલને સાંકળતા આ એલીવેટેડ ફલાય ઓવર બ્રિજથી અનેક સ્થળોની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થશે રાજકોટ અને ખંભાળિયા-દ્વારકા તરફના તેમજ શહેરના મહત્વના માર્ગો ઉપર અવર-જવર સરળ બનશે.
રિપોર્ટ :- કપિલ મેઠવાણી,જામનગર.