જામનગર ના ગાેકુલનગર વિસ્તારમાં બ્રાસપાર્ટ ની આડમાં ચાલતી જુગાર ક્લબ પર ત્રાટકી પોલીસ

જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી એક બ્રાસપાર્ટના કારખાનેદાર સંચાલિત જુગાર ધામ પરથી નવ સખ્સોને એક લાખ ઉપરાંતની મતા સાથે પકડી પાડયા છે. આમ પોલીસના આ દરોડાથી આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
શહેરના ગોકુલનગર બાપા સીતારામ પાનવાળી શેરી નવાનગર સોસાયટી વૃજધામ શેરી નં-4 મકાન ‘વિશ્વકર્મા‘ નામના બ્રાસપાર્ટનું કારખાનું ચલાવતા રમેશભાઇ શામજીભાઇ પરમાર નામના શખસના ઘરે દરોડો પાડયો હતો.
જેમાં મકાન માલિક ઉપરાંત હરદેવસિંહ ગુલાબસિંહ વાળા, કપિલભાઇ કરશનભાઇ ભાટુ, મનસુખલાલ ઠાકરશીભાઇ પિત્રોડા, પ્રદીપભાઇ હીમંતભાઇ ગોસાઇ, અશ્વિનભાઇ અમૃતલાલ પિત્રોડા, કનુભાઇ ડાયાભાઇ પરમાર, ચેતનભાઇ મનસુખભાઇ પિત્રોડાને તીન પતી નો જુગાર રમતા પકડી પાડ્યા હતા. પોલીસે તમામના કબજામાંથી રૂપિયા 41,160ની રોકડ અને બે મોટર સાયકલ સહીત રૂપિયા 106,660ની રોકડ સાથે પકડી પાડયા હતા.
રિપોર્ટ : કપિલ મેઠવાણી, જામનગર.