ખંભાળિયા : દાત્રાણા ગામે રહેતી ગર્ભપાત મહિલાએ આઅગમ્ય કારણોસર કૂવામાં ઝપલાવી આત્મહત્યાના કિસ્સા થી ચકચાર મચી

ખંભાળીયા તાલુકાના દાત્રાણા ગામે એક આવાવરુ કૂવામાં પડતુ મુકી એક સર્ગભા મહિલાએ આત્મહત્યા કરી લીઘી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે મૃતદેહને બહાર કઢાવી પોષ્ટમોર્ટમ અર્થે હોસ્પીટલમાં ખસેડાતા પ્રાથમિક તબીબી તારણમાં મૃતક ચારેક માસનો ગર્ભ ધરાવતી હોવાનું જાહેર થયુ હતુ. દાત્રાણા ગામે રહેતા મહિલા ભાવનાબેન (ઉ.વ.26)એ કોઇ અગમ્ય કારણોસર કૂવામાં ઝપલાવી આત્મહત્યા કરી લીધાનો બનાવ બહાર આવ્યો છે.
જેની જાણ થતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ બહાર કઢાવીને ખંભાળીયા હોસ્પિટલે પીએમ અર્થે ખસેડયો હતો.જે બાદ પેનલ પીએમ તેને જી.જી. હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. જ્યાં મૃતક મહિલાનું પીએમ કરાવી પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ પ્રાથમિક પોલીસ તપાસમાં આ મહિલા ગર્ભવતી હોવાનું અને ચાર માસનો ગર્ભ હોવાનું તપાસ દરમ્યાન બહાર આવ્યુ છે, બનાવનુ ચોકકસ કારણ શોધવા પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનની તજવિજ સાથે વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે અગમ્ય કારણોસર આ પગલું ભર્યા હોવાનું જણાવ્યું હતું પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.