ધ્રોલ : દિવ્યાંગ બાળકો ના સરાહનીય માટે ગામના બી.આર.સી.હોલ ખાતે યોજાયું એસેસમેન્ટ કેમ્પ

સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત અને સમગ્ર શિક્ષા જામનગર અંતર્ગત એલિમ્કો ઉજ્જૈન દ્વારા ધ્રોલ-જોડિયામાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતાં દિવ્યાંગ વિધાર્થીઓનો એસેસમેન્ટ કેમ્પ બી.આર.સી. ભવન ધ્રોલ ખાતે યોજાયો. જેમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો જેવાકે માનસિક અક્ષમતા, સેરેબલ પાલ્સી, હલન ચલનની ખામી, અંધત્વ/અલ્પ દ્રષ્ટિ અને સાંભળવાની ક્ષતિ જેવી દિવ્યાંગતા ધરાવતા બાળકોને જે તે અક્ષમતાના નિષ્ણાત ડોક્ટરની ટિમ દ્વારા એસેસમેન્ટ કરી બાળકની અક્ષમતા મુજબ સ્થળ ઉપર તેમનું એસેસમેન્ટ કરવામાં આવેલ તેનાથી દિવ્યાંગ બાળકોની વિશિષ્ટ જરૂરિયાત મુજબ તેમને સાધનોનો લાભ આપવામાં આવશે.
આ કેમ્પ અંગે માર્ગદર્શન અને પ્રોત્સાહન શ્રી બી.એન.દવે જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી-જામનગર, હેમાંગીનીબેન દવે જિલ્લા આઇ.ઇ.ડી. કો-ઓર્ડીનેટર-જામનગર, મનીષભાઈ ચાવડા બી.આર.સી. કો-ઓર્ડીનેટર-ધ્રોલ અને આશિષભાઈ રામાનુજ બી.આર.સી. કો-ઓર્ડીનેટર-જોડિયાના સંયુક્ત માર્ગદર્શન હેઠળ આ બાળકોને કેમ્પમાં હાજર રહેવા જાણ સારું શાળાના શિક્ષકો તેમજ સી.આર.સી. કો-ઓર્ડીનેટર તમામનો સહિયારો પ્રયાસ રહ્યો હતો.
ધ્રોલ-જોડિયાનાં સ્પેશ્યલ એજયુકેટર અને વિશિષ્ટ શિક્ષક ભાવીશાબેન કુબાવત, ચેતનાબેન મેંદપરા, પંકજસિંહ ગોહિલ અને ઝાહીદ હિંગોરજા દ્વારા બાળકો અને તેમનાં વાલીઓને કેમ્પ વિશે અગાઉથી ઘર મુલાકાત, શાળા મુલાકાત અને ટેલિફોનિક જાણ કરીને ભારે જહેમત ઊઠાવી માહિતગાર કરવામાં આવ્યા હતા, આ કેમ્પમાં બાળકોને સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકાય તે માટે સ્પેશ્યલ એજયુકેટર અને વિશિષ્ટ શિક્ષક મીનાબા વાળા, જગદીશભાઈ મહેતા અને દિપશિખાબેન બદિયાણી દ્વારા બાળકોનું રજીટ્રેશન અને બાળકોના ફોર્મ ભરવા જેવી વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. ધ્રોલ જોડિયા તાલુકાના જાણ કરેલ બાળકો પૈકી ૬૦ બાળકોનું એસેસમેન્ટ કરવામાં આવેલ. આ એસેસમેન્ટ દ્વારા તેમની વિશિષ્ટ જરૂરિયાત મુજબનાં સાધનો આગામી દિવસોમાં કેમ્પનું આયોજન કરીને આપવામાં આવશે.
રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર