સ્વર્ગસ્થ ગણપત ભાઈ પરમાર ના જન્મદિવસ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ રૂપે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

આજરોજ સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર પ્રાથમિક શાળામાં સ્વર્ગસ્થ ગણપત ભાઈ પરમાર ના જન્મદિવસ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ રૂપે કોરોના રસીકરણ કેમ્પ યોજાઈ ગયો આ રસીકરણમાં લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ૧૭૫ જેટલા નાગરિકોને રસી આપવામાં આવી શાળાના સમગ્ર સ્ટાફે સર્વે કર્યો હતો અને ટેલિફોનિક રીતે દરેક વાલીને રસીકરણ માટે મનાવવામાં આવ્યા હતા કાર્યક્રમ ખુબજ સફળ રહ્યો ગણપતભાઇ પરમાર ના પરિવારજનો દ્વારા શાળાના બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો. આ તકે અર્બન હેલ્થ સેન્ટર ઘરશાળા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો